Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

આત્મિય કોલેજ સામે નવા બ્રીજને ટૂંકાવોઃ સંસ્થાનું તંત્રને સુચન

કાલાવડ રોડ પર નવા બની રહેલા ડબલ ડેકર બ્રીજનો ઢાળ આત્મિય કોલેજ પાસે પુરો થાય છે તેનાં બદલે સત્ય સાંઇ રોડ પહેલા જ બ્રીજનો ઢાળ પૂરો કરી દેવા સર્વોદય શિક્ષણ સમાજે બ્રીજની નવી ટેકનીકલ ડીઝાઇન મ.ન.પા.માં રજૂ કરી

રાજકોટ તા. ૯ :.. કાલાવડ રોડ પર ડોમીનોઝ પીઝાથી આત્મિય કોલેજ સુધીનો નવો ડબલ ડેકર ફલાય ઓવર બ્રીજ બની રહ્યો છે. તેની ડીઝાઇનમાં થોડો ફેરફાર કરીને આ બ્રીજને આત્મિય કોલેજ પહેલા જ પૂરો કરી દેવા સર્વોદય શિક્ષણ સમાજે મ.ન.પા.નાં સીટી ઇજનેર ત્થા પદાધિકારીઓને પાઠવ્યો છે.

આ પત્રમાં જણાવાયુ છે કે કાલાવડ રોડ પર ડોમીનોઝ પીઝાથી લઇ આત્મિય કોલેજ સુધી નવો ડબલ ડેકર ફલાય ઓવર બ્રીજને આત્મિય કોલેજ સામે પુરો કરવાને બદલે આ છેડામાં બ્રીજને ટૂંકાવીને સત્ય સાંઇ રોડ જયાંથી શરૂ થાય છે ત્યાં જ પૂરો કરી દેવા અંગે સર્વોદય શૈક્ષણીક સમાજ સંસ્થાએ આ બ્રિજની નવી ટેકનીકલ ડીઝાઇન સાથેનો પત્ર સીટી ઇજનેરને પાઠવ્યો છે. અને તેની નકલ મેયર - સહિતનાં પદાધિકારીઓને પણ રજૂ કરી છે.

આ પત્રમાં સંસ્થાએ આ નવા ડબલ ડેકરની વર્તમાન ડીઝાઇન અને સંસ્થાએ રજૂ કરેલ ડીઝાઇનનાં તફાવતોનો ટેકનીકલ માપ-સાઇઝ, પીલરની સંખ્યા મટીરિયલ્સની બચત વગેરે મુદાઓ રજૂ કર્યા છે. અને આ બાબતે પુખ્ત વિચારણા કરવા  સંસ્થાએ રજૂ કરેલ ડીઝાઇનની ટેકનીકલ શકયતાઓ ચકાસવા પત્રમાં જણાવ્યું છે.

આમ કાલાવડ રોડ પર બની રહેલા ડબલ ડેકર બ્રીજની લંબાઇ ઘટાડવા થયેલા સુચનથી આ મુદ્ે ચર્ચાસ્પદ બન્યો છે.

મ.ન.પા. દ્વારા નિર્માણ થઇ રહેલ ફલાય ઓવર બ્રીજ કેવો બનશેઃ માહિતી

.   મંજુર થયેલ ખર્ચ : રૂ.૧૨૯.૫૩ કરોડ

.   બ્રીજની લંબાઇ ૧૧૫૨.૬૭ મીટર તથા પહોળાઇ ૧૫.૫૦ મીટર (ફોર લેન)

.   બ્રીજનો સ્લોપ ૧:૩૦

.   બ્રીજની બંને તરફે ૬.૦૦ મીટર સર્વિસ રોડ ફુટપાથ સાથે બ્રીજ નીચે પાર્કિંગ

.   કાલાવડ રોડ ડોમીનોઝ પીઝા થી શરૂ થઈ ડબલ લેવલનો બ્રીજ હયાત કે.કે.વી. બ્રીજ ઉપરથી અંદાજીત ૧૫ મીટર ઊંચાઈએ પસાર થઇ આત્મિય કોલેજ સામે સ્વિમીંગ પુલ પાસે પૂર્ણ થશે.

.   બ્રીજનું નિર્માણ માટે ર૪-માસની સમય મર્યાદા

.   આ બ્રિજ નું નિર્માણ થતા પ્રતિ દિન  આવન જાવન માટે અંદાજીત ૩૦૯૧૪ વાહન ચાલકોની (પેસેન્જર કાર યુનિટ) ને ફાયદો થશે તથા પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે તેમજ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

(4:09 pm IST)