Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોલના કર્મચારીઓ અને ફૂડ ડીલીવરી બોયને વેકસીન લેવા આરોગ્ય તંત્રની અપીલ

રાજકોટ : કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવા માસ્ક, સેનીટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે વેકસીન લેવી પણ આવશ્યક છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ મોલ અને ઘરે ઘરે ફૂડ ડીલીવરી આપતી એજન્સીઓના કર્મચારીઓ વેકસીન લઈ સુરક્ષિત થાય તે માટે આજે તા. ૦૯-૦૬-૨૦૨૧ ના રોજ આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિવિધ મોલ અને ફૂડ ડીલીવરી એજન્સી ખાતે રૂબરૂ જઈ તેમના કર્મચારીઓ વેકસીન મુકાવે તેવી અપીલ કરવામાં આવી હતી. શહેરમાં તમામ ડી-માર્ટ મોલ, રિલાયન્સ મોલ, બીગ બાઝાર તેમજ ઘરે ઘરે ફૂડની ડીલીવરી કરતી એજન્સી ઝોમેટો અને સ્વીગીની ઓફીસ ખાતે રૂબરૂ જઈ તેમના કેટલા કર્મચારીઓ વેકસીન લઈ ચુકયા છે અને બાકી રહેતા કર્મચારીઓ વેકસીન મુકાવી પોતે અને પોતાને ત્યાં આવતા ગ્રાહકો સુરક્ષિત રહે તે માટે વેકસીન અવશ્ય મુકાવે તેવી અપીલ કરવામાં આવી હતી. શહેરીજનો ઘર સામગ્રી અને વિવિધ વસ્તુઓની ખરીદી માટે મોલ આવતા હોય છે તેમના સંપર્કમાં આવવાથી કોરોનાનો ચેપ લાગી શકે છે જેની સામે રક્ષણ મેળવા માસ્ક, સેનીટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે એટલું જ વેકસીન મુકાવવું જરૂરી છે તેમજ ઘરે ઘરે ફૂડની ડીલીવરી આપતી એજન્સીઓ ઝોમેટો અને સ્વીગીના કર્મચારીઓ વિવિધ લોકોના સંપર્કમાં આવતા હોય છે તેમના માટે પણ વેકસીન મુકાવવી ખુબ જરૂરી છે.

(4:25 pm IST)