Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજકોટના તત્‍કાલીન કલેકટર રાહૂલ ગુપ્તાના નામે બીનખેતીનો બોગસ હુકમનો ધડાકોઃમુખ્‍યમંત્રીને ફરીયાદઃ કલેકટરે તપાસ આદરી

કોઠારીયા સર્વે નં. ૧૧૭ પૈકી-૧ ની કરોડોની ૩ર૮૦ ચો. મી.થી વધુ જમીનનો મામલો : કલેકટર અરૂણ મહેશબાબુ ચોંકી ઉઠયાઃ શહેરના નાયબ પોલીસ કમિશનર તથા બીનખેતી મામલતદારને ૭ દિ'માં તપાસ કરવા આદેશો : સોગંદનામુ જે થયું છે તે પણ ખોટુ હોવાની તંત્રને આશંકા ગાંધીનગર ફરીયાદ થતા ખળભળાટ

રાજકોટ તા. ૯ :.. રાજકોટ જીલ્લા કલેકટર કચેરી પણ બોગસ હુકમો થવા અંગે બાકાત નથી, તેની જડબેસલાક ફરીયાદ રાજકોટમાં ખોડીયાર કૃપા-૧, મહેલુનગર-નિલકંઠ સિનેમા પાછળ રહેતા ગોબરભાઇ ધરમશીભાઇ શીયાણીએ જીલ્લા સ્‍વાગત ફરીયાદ નિવારણમાં કરતા, અને ગાંધીનગર મુખ્‍યમંત્રીશ્રી, કલેકટરશ્રી, રાજકોટ સીટી પ્રાંત-ર, તથા રાજકોટ તાલુકા મામલતદારને કરતા સન્નાટો પ્રસરી ગયો છે, રાજકોટ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ ચોંકી ઉઠયા છે, અને તેમને  મળેલ ફરીયાદ બાદ રાજકોટના નાયબ પોલીસ કમિશનર તથા બીનખેતી મામલતદારને દિવસ-૭ માં તપાસ કરી અંગતલક્ષ આપી. નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરવા અંગે રીપોર્ટ કલેકટરને તથા અરજદારને સત્‍વરે મોકલી આપવા આદેશો કરતા ખળભળાટ મચી ગયો છે.

આ ફરીયાદ ડાયરેકટ ગાંધીનગર મુખ્‍યમંત્રીને થતા ખળભળાટ મચી ગયો છે, રાજકોટ કલેકટર પણ ચોંકી ઉઠયા છે, અને તેમણે પણ તપાસના આદેશો કર્યા છે.

આપેલ ફરીયાદમાં ગોબરભાઇ શીયાણીએ જણાવ્‍યું હતું કે બીનખેતી કરવામાં સોંગદનામું કરનારે ર૮-૧૦-ર૦૧૬ માં સાલમાં કરેલ, તેમની ઓળખાણ એક એડવોકેટે આપેલ છે, આજ સુધી આ સોગંદનામું કલેકટર કચેરીની  બીનખેતી શાખામાં પેન્‍ડીંગ છે, ત્‍યારબાદ મામલતદાર કચેરીનો પત્ર ર૦૧૭ માં અમને મળેલ હતો, તેમજ ૩-પ-ર૦૧૭ ના પ્રાંત અધિકારીના પત્રમાં ચોખ્‍ખુ જણાવેલ છે કે, મામલતદાર રાજકોટ - તાલુકા દ્વારા વારંવાર જાણ કરતા છતાં કોઇ પુરાવા રજૂ કરેલ નથી.

અરજદાર ગોબરભાઇ શીયાણીએ એવી ફરીયાદ કરી છે કે, તા. ૩૦-૧૧-ર૦૧૮ ના રોજ બીનખેતી અંગેનું બોગસ સોગંદનામુ તથા બીનખેતી બોગસ કરવામાં આવેલ છે, એટલુ જ નહી તત્‍કાલીન કલેકટરશ્રી રાહુલ ગુપ્તાના નામે બોગસ સહી, ગુપ્તા સાહેબની થયેલ છે, અને બીનખેતીમાં કરોડોની અવર-જવર થયેલ છે, જેમાં અશ્વિન ડોબરીયા, તથા બીનખેતીના જે તે અધિકારીએ એકસંપ કર્યો છે, આથી આ લોકો સામે ફોજદારી કરવા, જવાબદાર બીનખેતી અધિકારીને ડીસમીસ કરવા તેમજ બીનખેતી હુકમ તા. ૧૧-૧ર-ર૦૧૮ ના રોજનો કોઇ આધાર- પુરાવા વગરનો હુકમ થયેલ છે તે અંગે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

અમો અરજદારે (પ્રાંતના કહેવા મુજબ) આ બાબતે વાંધા અરજી રજૂ કરેલ છે. જેમાં અમો અરજદારના ખાતાના સર્વે નં. ૧૧૭ પૈકી ૧ તથા જૂના સર્વે નં. ર૮૮ સામે નવા નં. ૧૧૮ ની જમીન આવેલ છે. જે અમો અરજદારના દસ્‍તાવેજ મુજબની છે તેમજ વાંધા અરજી મુજબ ખાતેદારશ્રી અશ્વિનભાઇએ રજૂ કરેલ પ્‍લાન બાબતે પોતાની જમીનમાં પેશકદમી થતી હોય પ્‍લાન મંજૂર થયેલ છે. આમ, હાલે આ બાબતે અરજદાર અશ્વિન ડોબરીયાની બીનખેતી પરવાનગી મળવાની માંગણી પરત્‍વે હાલે  અભિપ્રાય થતો નથી.

તેમજ આ બાબતે કલેકટર કચેરી, બીનખેતી શરતભંગ શાખા, રાજકોટ, તા. ૧૪-ર-ર૦૧૮ ના પત્રમાં તા. ૮-૧૧-ર૦૧૬, તા. ૧પ-૧૧-ર૦૧૬, તા. ર૭-૧-ર૦૧૭ થી યાદી પત્રથી માંગેલ ૩ મુદાના આધારો રજૂ કરવા જણાવેલ હોવા છતાં આ અશ્વિનભાઇ એ રજૂ કરેલ નથી.

તેમજ કલેકટર કચેરી, બીનખેતી શરતભંગ શાખાના પત્રમાં અશ્વિન ડોબરીયાને, કલેકટર કચેરી દ્વારા ત્રણ મુદાના આધારો રજૂ કરવા કહેતા જેમાં  સવાલવાળી જમીન બાબતે પ્રમોલગેશનથી મેન્‍યુઅલ ગામ નમુના નં. ૭/૧ર ની પ્રમાણિત નકલ રજૂ કરવી.

સવાલવાળી જમીન અન્‍ય ખાતેદારના મુળખંડની જમીનનો સમાવેશ થતો હોય, આ જમીનનો કબજો સોંપવા બાબતે સંબંધિત ખાતેદારની કબુલાત, તેમનું રેવન્‍યુ રેકર્ડ અને ટી. પી. સ્‍કીમના આધારો રજૂ કરવા તથા સવાલવાળી જમીન બાબતે રજૂ થયેલ લે-આઉટ પ્‍લાનની શરત નં. પ મુજબ કોર્ટ કેસ હોય આ બાબતે શું હકકીત છે ? તે આધારો સહ રજૂ કરવા વિનંતી.

આ બાબતે કલેકટર કચેરી રાજકોટ તરફથી પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-ર, રાજકોટ તથા મામલતદારશ્રી, રાજકોટ તાલુકાને  જાણ કરેલ હતી.

તેમજ અશ્વિન ડોબરીયાએ બીનખેતીના માંગેલા ત્રણેય મુદ્‌્‌ા રજૂ કરેલ હોય તો અમો અરજદારને મળે તેવી વ્‍યવસ્‍થા કરવા અરજ છે અને જો ન મળે તેમ હોય તો અમોને લેખિતમાં જાણ કરવા આપ સાહેબને અમારી અરજ સાથે વિનંતી છે. અમો અરજદારો આ બાબતે મુખ્‍યમંત્રીશ્રીના કાર્યક્રમમાં અમારો આ પ્રશ્નના ઉકેલ માટે તાત્‍કાલીક જાણ કરવા અને ખાતાકીય તપાસ કરવા તેમજ તાત્‍કાલીક ધોરણે પોલીસ ફરીયાદ કરવા અમારી આપ સાહેબને વિનંતી છે.

(3:41 pm IST)