Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ૧ વર્ષમાં ૯૯૮૧૦ મણ ઘાસચારો અર્પણઃ પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણા

રાજકોટઃ રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સ.ા પ્રેરિત દેશ-વિદેશમાં વ્‍યાપ્‍ત પપ થી વધુ અર્હમ યુવા સેવા ગ્રુપના હજારો જૈન-અજૈન ભાવિકો સદાય નવા-નવા પ્રકલ્‍પો સાથે માનવ સેવા અને જીવદયાના સત્‍કાર્યો માટે તત્‍પર હોય છે. જીવદયાની સદ્દભાવનાથી અર્હમ યુવા સેવા ગ્રુપ રાજકોટ એ કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી રાજકોટ અને આસપાસના વિસ્‍તારની ૩૯ જેટલી પાંજરાપોળ અને ગૌશાળામાં તા. ૧-૪-ર૦ર૧ થી ૩૧-૩-ર૦રર અર્થાત માત્ર એક જ વર્ષમાં ૯૯૮૧૦ મણ ઘાસચારો અર્પણ કરી અબોલ જીવોને આહરાની શાતા પમાડવાનો પુરૂષાર્થ કર્યો છે. જીવદયાના આ સેવા કાર્યમાં એસ. કે. શાહ પરિવાર (મલાડ) ગાલા પરિવાર, પંચમિયા પરિવારની સાથે અનેક અનુકંપા પ્રેમી દાતાઓનું અનુદાન પ્રાપ્‍ત થયું છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અર્હમ યુવા સેવા ગ્રુપનું આ જીવદયાનું અભિયાન અવિરત ચાલુ છે, નિયમિત રૂપે ઘાસચારો પહોંચાડવામાં આવે છે અને અર્હમના સેવકો સ્‍વયંના હાથે ખૂબજ પ્રેમથી એ અબોલ જીવોના મુખમાં આહાર આપી આત્‍મસંતોષની અનુભૂતિ કરે છે. જૈન-અજૈન કોઇપણ યંગસ્‍ટર આ જીવદયાની સેવામાં જોડાઇ સેવાની અનુભૂતિનો અહેસાસ કરી શકે છે.

(2:42 pm IST)