Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ રાજકોટના પ્રમુખપદે ડો.સમીર ખુંટ અને સેક્રેટરી પદે ડો. ભરત વેકરીયા

રાજકોટ : ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ છેલ્‍લા ૧૧ વર્ષથી કાર્યરત છે. સમાજ  ઉપયોગી તેમજ આરોગ્‍યને લગતી અનેક પ્રવૃતિઓ તેમજ વિવિધ મેડીકલ કેમ્‍પો  કરી લોકજાગૃતિ તેમજ લોકોની આરોગ્‍યની હર હંમેશ ખ્‍યાલ રાખે છે. વર્ષઃ ૨૦૨૨/૨૦૨૩ ના ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ રાજકોટની ટીમમાં પ્રમુખ તરીકે ડો. સમીર ખુંટ તેમજ સેક્રટરી તરીકે ડો. ભરત વેકરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ચેરપર્સન તરીકે ડો. મહેશ શીંગાળા કાર્યરત છે. ઉપપ્રમુખ તરીકે ડો. નરેન્‍્‌દ્ર વિસાણી તેમજ ડો. હિમાંશુ઼

રાઠોડને જવાબદારી સાોંપી છે. જોઇન્‍ટ સેક્રેટરી તરીકે ડો. કિશોર દેવળીયા તેમજ ડો. વિશાલ ભિમજીયાણી સેવા આપશે, ફેડરેશનની ખજાનચી તરીકે ડો દેવેશભાઇ જોષી જવાબદારી સંભાળશે, તેમજ ફેડરેશનની એજયુકેટીવ કમિટીમાં ડો. અરવિંદ ભટ્ટ, ડો.મનોજ ઠેસીયા, ડો. એમ. વી. વેકરીયા, ડો. જયેશ રાજયગુરુ, ડો. શૈલેષ વસાણી, ડો.દિલીપ મારકણા, ડો. દેવધર રામોલીયા સેવાઓ આપશે. ડો.સઁમીર ખુંટની આગેવાનીમાં વર્ષઃ ૨૦૨૨/૨૦૨૩ માટે ઉપરોકત ટીમ એકજુથ થઇ આયુષ ડોકટર્સના લાભાર્થે અનેક વિધ પ્રવૃતિઓ કરવા માટે કટીબદ્ધ છે. આયુષ ડોકટર્સના સંગઠન ફેડરેશન દ્વારા તબિબ અને દર્દી વચ્‍ચે વિશ્વાસનો સંબંધ જળવાઇ રહે, તેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવે છે, એમ ફેડરેશન ઓફ આયુષે ડોકટર્સ રાજકોટના વર્ષ ૨૦૨૨/૨૦૨૩ ના નવનિયુકત પ્રમુખ ડો. સમીર ખુંટ અને સેક્રેટરી ડો. ભરત વેકરીયાની સંયુકત યાદીમાઁ ખાસ જણાવવામઁાં આવે છે.  સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત સમાજની રચના થાય તે માટે લોકો બિમાર જ ન પડે એવા ઉમદા વિચારો સાથે અમારી ઉપરોકત આયુષ ડોકટરર્સની ટીમ સતત કાર્યરત રહેશે. ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ રાજકોટના નવનિયુકત પ્રમુખશ્રી ડો. સમીર ખુંટે જણાવ્‍યુ ક,ે છેલ્‍લા ૨ વર્ષથી કોરોઁનાની મહામારીને લીધે લોકો સતત તણાવભર્યુ જીવન જીવી રહ્યા છે, તેમજ અનિયમિત જીવન શૈલી તેમજ વ્‍યસનોના લીધે લોકો અનેક રોગોના ભોગ બનતા હોય છે. ઘણી વખત દર્દીને બિમારી વિશેષની અધકચરી જાણકારીને લીધે ઘણી વખત તબિબ અને દર્દીને વચ્‍ચે ઘર્ષણ થતા જોવા મળે છે. આ સમયે ઉપરોકત ફેડરેશન તબિબ અને દર્દી વચ્‍ચે સેતુ બની સમસ્‍યાઓનું સમાધાન કરવા હર હંમેશ તત્‍પર હોય છે.

 ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ રાજકોટના નવનિયુકત સેક્રેટરી ડો. ભરત વેકરીયા જણાવે છે કે વિશ્વમાં દરેક રોગ માટે અમુક ખાસ દિવસો, નક્કી કરી મનાવવામાં આવે છે જેમ કે રકતદાન દિવસ, વિશ્વ કિડની દિવસ, વિશ્વ હેમોફિલીયા દિવસ, વિશ્વ મેલેરીયા દિવસ,  વિશ્વ હાર્ટ દિવસ, વર્લ્‍ડ હેલ્‍થ ડે વગેરે અનેક આવા દિવસો મનાવી  જે તે દિવસે જે તે રોગ માટે  વિશ્વમાં અને તબિબ જગતમાં અનેક આયોજનો થતા હોય છે, અમારી ઉપરોકત  ટીમ દ્વારા જે તે રોગના દિવસની ઉજવણી ફકત તબિબો પુરતી મર્યાદિત ન રાખી આ રોગ વિષે સેમીનાર અને લાઇવ પ્રોગ્રામ પ્રસારિત કરી સમાજના દરેક વર્ગના લોકોને આ રોગો વિષે જાગૃત કરવામાં આવશે.

ઉપરોકત ઇસ્‍ટોલેશન સેરેમનીમાં મીરેકલ વુમન ર્હોસ્‍પીટલની સમગ્ર ટીમ ઉપસ્‍થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવવમાં સહયોગ આપેલ હતો, આ પ્રસંગે મીરેકલ વુમન હોસ્‍પીટલના ડો. બકુલ ચોથાણીએ ફેડરેશનની કાર્યવાહીને બિરદાવી.

(2:46 pm IST)