Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

એકયુરસ એડટેક પ્રા. લિ. દ્વારા ગુજરાતમાં ૧૦૦ ટકા ડીજીટલ કોચિંગ મેનેજમેન્‍ટ સીસ્‍ટમનો અમલ

ગ્રેજયુએટ કે પોસ્‍ટ ગ્રેજયુએટ યુવાનોને ડીજીટલ કોચિંગ કલાસના માલિક બનવાની તક : કંપનીના એમ.ડી. નયન દવેએ પત્રકાર પરીષદમાં આપી માહિતી

રાજકોટ, તા. ૧૦ : રાજકોટમાં છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે રાજકોટમાં કાર્યરત એકયુરસ એડટેક પ્રા. લિ. (સનફલાવર એજયુકેશન સીસ્‍ટમ) એક નવા જ વિચાર સાથે અને નવા જ અભિગમ સાથે ફ્રેન્‍ચાઇજી બેઇઝડ બિજનેસની તક આપવા માટે આવી રહી છે. કંપનીનાં મેનેજીંગ ડીરેકટર નયન દવેએ આજે પત્રકાર પરીષદમાં કહ્યું કે, આજના યુવાનોમાં ઘણી સ્‍કીલ રહેલી છે અને ગ્રેજયુએટ કે પોસ્‍ટ ગ્રેજયુએટ થયેલા યુવાનમાં આર્થિક ઉપાર્જન માટેની ઉજળી તકો રહેલી છે. અમારો ઉદ્દેશ આ તકને ઉજાગર કરવાનો છે.

નયન દવેએ પત્રકાર પરીષદમાં  કહ્યું હતું કે, ઘણી તક હોવાછતાં ઘણીવાર યોગ્‍ય પ્‍લેટફોર્મના અભાવે યુવાનો ઓછી આવક આપતા અન્‍ય ક્ષેત્રે કે પછી અન્‍ય કાર્યમાં જોડાઇ જાય છે. અમે યુવા પેઢીને તેનું જીવન સમુદ્ધ બનાવવામાં મદદ કરશુ તો તેઓ ચોક્કસપણે સફળ થશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના પ્રથમ વખત જ આ નવા કન્‍સેપ્‍ટ માર્કસ મેન્‍ટર સાથે આવી રહ્યા છીએ. આ કન્‍સેપ્‍ટ અંતર્ગત અમે ધો. ૬ થી ૧૦ માટે ૧૦૦ ટકા ડીજીટલ કોચિંગ મેનેજમેન્‍ટ સીસ્‍ટમ લાવી રહ્યા છીએ. આ સીસ્‍ટમ અંતર્ગત કોઇપણ ગ્રેજયુએટ કે પોસ્‍ટ ગ્રેજયુએટ યુવાન માત્ર ૧.રપ લાખથી ૧.પ૦ લાખ રૂપિયાનું રોકાણ કરીને મહિને પ૦ હજારથી પપ હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકે છે. આ કન્‍સેપ્‍ટ હેઠળ અમે દરેક યુવાનને ડીજીટલ કોચિંગ સેન્‍ટરના માલિક બનાવવા માગીએ છીએ. આ સીસ્‍ટમ અંતર્ગત અમારૂ વિઝન ડીજીટલ ટેકનોલોજીના સપોર્ટથી એવી ટયુશન સીસ્‍ટમ લાગુ કરવા માગીએ છીએ કે જે લક્ષ્ય આધારિત અભ્‍યાસમાં મદદરૂપ થાય.

નયન દવેએ ઉમેર્યુ હતું કે, એકયુરસ એડટેક પ્રા. લિ. ખાસ કરીને કવોલીટી અને યુનિટ સ્‍કુલ એજયુકેશન સર્વિસ આપી રહી છે અમે ૧૦૦ ટકા ડીઝીટલ શિક્ષણ ઉપર ભાર આપીએ છીએ કારણ કે તે પેપરલેસ સીસ્‍ટમથી વ્‍યકિતને વધુ એફિશીયેટ બનાવી શકે છે. અમે સીબીએસઇ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ડીજીટલ કોચિંગ સેન્‍ટરનું ફ્રેન્‍ચાઇઝી નેટવર્ક પુરૂ પાડીએ છીએ.

(2:48 pm IST)