Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

BRTS-સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૧.૯૯ લાખનો દંડ

સીટી બસના ૧૧ કંડકટરો કાયમી સસ્‍પેન્‍ડઃ સીટી બસમાં ૯ ખુદાબક્ષો ઝડપાયાઃ એક હજારનો દંડઃ છેલ્લા અઠવાડીયામાં ૩.૨૧ લાખ મુસાફરોએ લાભ લીધો

રાજકોટ તા. ૧૦: મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. રપ એપ્રિલથી ૧ મે સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા.૧.૯૯ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૧  કન્‍ડક્‍ટરને કાયમી અને ટેમ્‍પરરી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે. જયારે ૯ મુસાફરો સીટી બસમાં ટિકીટ વિનાના ઝડપાતા રૂા. ૧ હજારનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૨ થી ૮ મે સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

સિટી બસ સેવા  (RMTS) માં તા. ર થી તા. ૮ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૩,પ૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬ર,૬૩૧ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૪,૮પ૦ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૧,૬૯,૭પ૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ર૪,૪૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે. બસ સેવાની કામગીરીમાં ગેરીતી અનિયમિતતા સબબ કુલ ૧૦ કંડકટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦૧ કંડકટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. ચેકીંગ દરમિયાન કુલ ૦૯ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૯૯૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

BRTS બસ સેવા

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા. ર થી તા. ૮ દરમિયાન કુલ અંદાજીત ર૮,૩૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,પ૮,પ૩ર મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૪,૬ર૮ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.(

(3:18 pm IST)