Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મયુરનગરના કારખાનામાં થયેલી ૪.પપ લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ ર૩ ધૂળધોયાની ધરપકડ

રાજકોટ તા.૧૦ : શહેરના પેડકરોડ પર ક્રિષ્‍ના પેલેસ બિલ્‍ડીંગમાં રહેતા એડવોકેટના મયુરનગર મેઇન રોડ પર ક્રિષ્‍ના સિલ્‍વર નામના કારખાનામાં થયેલી રૂા.૪.પપ લાખના મુદ્દામાલની ચોરીનો ક્રાઇમબ્રાંચ, થોરાળા અને ડી.સી.પી.ઝોન-૧ની એલ.સી.બી.ની ટીમે ભેદ ઉકેલી ત્રણ સગીર સહિત ર૩ ધુળધાોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ પેડક રોડ પર ક્રિષ્‍ના પેલેસ બીલ્‍ડીંગમાં રહેતા એડવોકેટ કેયુરભાઇ કિશોરભાઇ કેરાળીયા (ઉ.ર૭) ના મયુરનગર મેઇન રોડ ક્રિષ્‍ના સીલ્‍વરનામના કારખાનામાં તસ્‍કરો દિવાલમાં બાકોરૂ પાડી છેલ્લા દોઢ મહિનામાં ચાંદીના દાગીના બનાવવાની રપ પેટર્ન (ડાય), ૩૦ બાચકા ચાંદીની ભુકી વગેરે રૂા.૪.પ લાખનો ચોરી ગયા હતા આ બનાવાની બે દિવસ પહેલા થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી જેના આધારે પી.આઇ.જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી. એસ. ગઢવી અને પી.એન.ત્રીવેદી સહિતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તેમજ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.વાય. બી. જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને તે વિસ્‍તારના સીસી ટીવી કુટેજના આધારે પોલીસે ર૩ ધુળધોયાને પકડી લીધા હતા. જેમાં  ડી.સી.પી. ઝોન ૧ ની એલ.સી.બી. ટીમ તથા થોરાળા પોલીસે ગોપાલભાઇ રમેશભાઇ બાવળીયા (ઉ.ર૭) (રહે. મોરબી રોડ સતનામ પાર્ક) મહેશભાઇ રસીકભાઇ મોરી (ઉ.ર૧) (રહે. ચુનારાવાડ શે. નં.૩) આનંદભાઇ દિલીપભાઇ પરીયા (ઉ.૧૯) (રહે. ચુનારાવાડ શે.નં.૧) કમલભાઇ ભુપતભાઇ બેલદાર (ઉ.ર૦) (રહે. ચુનારાવાડ શે. નં.૧) મેહુલભાઇ મહેન્‍દ્રભાઇ રાઠોડ (ઉ.ર૪) (રહ.ે ચુનારાવડ શે.નં.ર/૩) આદિવાસી મેઘજીભાઇ સોલંકી (ઉ.ર૦) (રહે. ચુનારાવાડ શે. નં.ર/૩) બાદલભાઇ રાજુભાઇ બારા (ઉ.રર) (રહે. ચુનારાવડ શે. નં.૩) નિર્મલભાઇ કિશોરભાઇ મોરી (ઉ.૧૯) (રહે.ચુનારાવાડ શે.નં.૧) મયુરભાઇ ઉર્ફે ભુંડી સંજયભાઇ પરીયા (ઉ.ર૪) (રહે. નવાગામ કવાર્ટર ચાર માળીયા બીજા માળે) ભાવેશભાઇ સુરેશભાઇ પરીયા (ઉ.૧૯) (રહે.રાજમોતી મીલ પાછળ અંબિકા સોસા.ભાડે) કિશનભાઇ વિનુભાઇ પરીયા (ઉ.ર૪) (રહે. રણુજા શે. નીંર/૩) વિજય ઉર્ફે ઘોઘો મધુભાઇ બારેયા (ઉ.ર૧) (રહે. રણુજા મંદિરથી આગળ જયનગર મફતીયુપરૂ કોઠારીયા રોડ) કૈલોશભાઇ ઉર્ફે કાનો દિલીપભાઇ બેલદાર (ઉ.ર૬) (રહે. ચુનારાવડ શે. નં.૧ નદીના કાંઠે) તેમજ ત્રણ સગીરને પકડી લીધા હતા.

 ત્‍થા ક્રાઇમ બ્રાંચની ટીમે રોહીત દિલીપભાઇ સોલંકી (ઉ.૧૯) (રહે. મનહરપરા શે. નં.), રવિ રાજુભાઇ સોલંકી (ઉ.રર)(રહે. મનહરપરા શે. નં.પ) સાહિલ રામજીભાઇ બાવળીયા (ઉ.૧૯) (રહે. ચુનારાવાડ શે.નં. ૧ નદિના કાંઠે)  કમલેશ ઉર્ફે કૈલો દોલુભાઇ સોલંકી (ઉ.ર૧) (રહે. કોઠારીયા રોડ જયનગર શે. નં.૧) સંજય ઉર્ફે વિવેક વલ્લભભાઇ પરીયા જાતે ધુળધોયા (ઉ.ર૦) (રહ.ે ચુનારાવાડ શે. નં.૧) નિલેશ રાજુભાઇ સોલંકી જાતે. રાજપુત(ઉ.ર૦) (રહે. ચુનારાવાડ શે. નં.પાસે) ભરત મગનભાઇ જાદવ જાતે કોળી (ઉ.૩૯) (રહે. ચુનારાવાડ શે. નં.ર/૩) ને ઝડપી પાડયા હતા. આ તમામ પાસેથી પોલીસે સોનાના-ચાંદીના દાગીના, ચોરીમાં ગયેલુ ટીવી, અને અંદાજે રૂા.૪ લાખ રોકડા કબ્‍જે કર્યા હતા. આરોપીઓએ ચોરી કરેલો ચાંદીનો મુદામાલ પોતાના ઘરે ઓગાળી પ્રોસેસે કરી વેંચી નાખ્‍યો હતો. પકડાયેલો ગોપાલ બાવળીયા અગાઉ ચોરી, મારામારી, દારૂ સહિતના ૧૦ ગુન્‍હામાં તેમજ ભાવેશ પરીયા અગાઉ ચોરી અને મારામારીના ત્રણ ગુન્‍હામાં પકડાઇ ચૂકયો છે અને વિજય ઉર્ફે ઘોઘો અગાઉ દારૂના ગુન્‍હામાં પકડાયો હતો.

આ કામગીરી ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદની સુચનાથી ક્રાઇમબ્રાંચના પી.આઇ.વાય.બી.જાડેજા, જે. વી.ધોળા, થોરાળા પોલીસ મથકના પી. આઇ. જે.આર.દેસાઇ તથા પી.એસ. આઇ.પી.એન.ત્રિવેદી, જી.એસ.ગઢવી, ડી. સી. પી.ઝોન-૧ ની એલ.સી.બી.ની ટીમના પી.એસ.આઇ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. સી.એમ.ચાવડા, કોન્‍સ વિજયભાઇ મેતા, કોન્‍સ. સહદેવસિંહ, દીપકભાઇ તેમજ ભુપતભાઇ, શૈલેષભાઇ, સામંતભાઇ, રાજદીપસિંહ, અજીતભાઇ, કેલ્‍વીનભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિક્રમભાઇ, કિરણભાઇ, જયદીપભાઇ, પ્રદ્યુમનભાઇ, ધર્મેશભાઇ, અમીતભાઇ અને રમેશભાઇ દ્વારા કરવામાં઼ આવી હતી.(૬.૨૫)

ક્રાઇમ બ્રાંચ, થોરાળા અને ડીસીપી ઝોન-૧ની એલ.સી. બીની ટીમને સફળતાઃ મુખ્‍ય સુત્રાચાર ગોપાલ બાવળીયાએ સાગરીતોને ટીફ આપી'તી

(3:27 pm IST)