Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સરગમના બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસ શરૂ

રાજકોટઃ અહિં કોટક સ્‍કૂલ (મોટી ટાંકી ચોક) ખાતે સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફકત બહેનો માટે સમર કલાસીસનું મેયર શ્રી પ્રદીપભાઈ ડવનાં હસ્‍તે દીપપ્રાગટય કરીને ઉદ્‌ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી નવીનભાઈ ઠકકર (રાજકોટ કેળવણી મંડળ), ચંદ્રકાંતભાઈ શેઠ (મહાવીર સેવા ટ્રસ્‍ટ), કાશ્‍મીરાબેન નથવાણી તેમજ હરીશભાઈ લાખાણી, નાથાભાઈ કાલરીયા, ચંદ્રકાંતભાઈ શેઠ, નવીનભાઈ ઠકકર, યુસુફભાઈ માકડા (જોહર કાર્ડસ), કાશ્‍મીરાબેન નથવાણી, જયોતિબેન ટીલવા, લતાબેન તન્‍ના, જયશ્રીબેન સેજપાલ, ચંદ્રિકાબેન ધામેલીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન અલ્‍કાબેન ધામેલીયાએ કરેલ. કાર્યક્રમ અંગેની માહિતી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, આભાર વિધિ અલ્‍કાબેન કામદારએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, અલ્‍કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, સુધાબેન ભાયા, જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા, તેમજ લેડીઝ કલબના કમિટી મેમ્‍બરએ જહેમત ઉઠાવી.

(3:30 pm IST)