Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રૈયા રોડ-કાલાવડ રોડ-કોઠારીયા રોડ પરથી ૪૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

શહેરના વિસ્‍તારમાં ૭પ ખાણી-પીણીનાં વેપારીને ત્‍યાં ફૂડ શાખાનું ચેકીંગ : ૧૯ ધંધાર્થીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસ : વિવિધ શિખંડના ૭ નમુના લેવાયા

રાજકોટ, તા., ૧૦:  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે વેસ્‍ટ ઝોનમાં રૈયા રોડ ખાતે આવેલ ખાણી-પીણીના ધંધાર્થિકોઓની  ચકાસણી હાથ ધરી આ ચકાસણી દરમ્‍યાન ૧૯ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. તેમજ ૪૩  કિ.ગ્રામ. વાસી અખાદ્ય ખોરાકનો સ્‍થળ પર નાશ કર્યો હતો. 

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

 વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૭પ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્‍યાન કુલ ૪ કિલો વાસી ખાધ્‍ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા ૧૯ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.

ફૂડ વિભાગ દ્વારા આજે તા. ૧૦ ના રોજ શહેરના હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી રૈયા રોડ વિસ્‍તારમાં આવેલ હરભોલે ડેરી ફાર્મ -સંગ્રહ કરેલ વાસી ૪ કિલો શિખંડ તથા કરેલ. જયારે જય સિયારામ હોટેલ, સુપર શ્‍યામ ડીલક્ષ પાન એન્‍ડ કોલ્‍ડીંકસ તથા જલારામ રેસ્‍ટોરન્‍ટને લાઇસનસ બાબતે નોટીસ આપવામાં આવેલ.

વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના હનુમાનમઢી ચોક થી રૈયા ગામ રૈયા રોડ વિસ્‍તારમાં ફુડ સેફ્‌ટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ ૧ નમૂનો  ફ્રૂટ શિખંડ (લુઝ) સ્‍થળ- હરભોલે ડેરી ફાર્મ, હનુમાનમઢી પાસે, રૈયા રોડ ખાતેથી લેવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા ના રોજ શહેરના કાલાવડ રોડ, પ્રેમ મંદિર સામેના હોકર્સ ઝોનમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્‍યાન કુલ ૨૫ કિલો વાસી તથા એક્‍સપાયરી થયેલ પેક ખાધ્‍ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા ૭ પેઢીને લાયસન્‍સ તથા સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ.

 જેમાં જય ભવાની દાળ પકવાન -વાસી દાળ ૩ કી.ગ્રા. નાશ કરેલ તથા નોટિસ આપેલ, શ્રી રામ ચાઇનીઝ પંજાબી - વાસી નુડલ્‍સ  ૩ કી.ગ્રા. નાશ કરેલ, રાજુ પાઉંભાજી એન્‍ડ પુલાવ -વાસી બ્રેડ પેકેટ ૧૦ નો સ્‍થળ પર નાશ કરેલ, માહિર  ચાઇનીજ એન્‍ડ પંજાબી - ૫ કી.ગ્રા. ગ્રેવી તથા વાસી મંચુરિયન ૫ કી.ગ્રા. નો  નાશ કરેલ, કિગ કુલ્‍ચા -બાંધેલો વાસી  લોટ ૫ કી.ગ્રા સ્‍થળ પર નાશ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ, હર હર મહાદેવ ચાઇનીઝ એન્‍ડ પંજાબી -લાઇસન્‍સ બાબતે નોટિસ, દેવ મદ્રાસ  કાફે, જલારામ કોલ્‍ડ્રિંક્‍સ એન્‍ડ લચ્‍છી -લાઇસન્‍સ બાબતે નોટિસ, ઉસ્‍તાદ લાઈવ કઠિયાવાડી અને પિથાડ ચાઇનીજ પંજાબી - લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગ દ્વારા શહેરના મારુતિનગર મેઇન રોડ- કોઠારીયા રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૮ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્‍યાન કુલ ૧૪ કિલો વાસી ખાધ્‍ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તથા ૯ પેઢીને લાયસન્‍સ તથા સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ.

જેમાં સદગુરુ ફરસાણ-વાસી ફરસાણ ૪ કી.ગ્રા. નાશ કરેલ, જે. કે. કચ્‍છી દાબેલી - વાસી પકોડા, સમોસા, ભજીયા ૩ કી.ગ્રા. નાશ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ, જે. કે. વડાપાવ -વાસી ભજીયાનું ખીરું ૩ કી.ગ્રા. નાશ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ , મધુરમ પાણીપૂરી -વાસી પાણીપૂરી તથા ચટણી ૪ લી. નો  નાશ તથા લાઇસન્‍સ બાબતે નોટિસ, બંસીધર સેલ્‍સ -લાઇસન્‍સ બાબતે નોટિસ , બંસીધર સોડા-લાઇસન્‍સ બાબતે નોટિસ , હરિઓમ આઇસગોલા-લાઇસન્‍સ બાબતે નોટિસ , ઉમિયાજી પ્રોવિઝન સ્‍ટોર -લાઇસન્‍સ બાબતે નોટિસ, જલારામ આઇસક્રીમ ્રૂ કોલ્‍ડ્રિંક્‍સ -લાઇસન્‍સ બાબતે નોટિસ, ક્રિશ્ના રસ ડીપો ને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફ્‌ટીસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ  ૩ નમૂના લેવામાંઆવેલ જેમાં કેસર શિખંડ (લુઝ)- સુધાંગ ડેરી ફાર્મ, હૂડકો ક્‍વાટર નં. બી /૧૯, કોઠારીયા  મેઇન રોડ, ફ્રૂટ શિખંડ (લૂઝ)- કૃપાનિધિ સ્‍વીટ -સમ્રાટ ઇન્‍ડ. એરિયા શેરી નં.-૯, કનેરિયા ઓઇલ મિલની બાજુમાં, મેંગો શિખંડ (લૂઝ)- શ્રી નીલકંઠ ડેરી ફાર્મ -સિંદૂરિયા શોપિંગ સેન્‍ટર, શોપ  નં.-૩૭-૩૮, કોઠારીયા રોડ ખાતેથી ફૂડ શાખાએ નમૂના લેવાની કાર્યવાહી કરી હતી.

(5:55 pm IST)