Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દુર્ગાશકિત ટીમ દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી

ખિસ્‍સામાં સમાઈ જાય તેવી કાપડની થેલી ભેટ

રાજકોટ : શ્રી નવદુર્ગા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે રૂબરૂ મુલાકાત લઈને ટ્રસ્‍ટના બહેનો દ્વારા પોલીસ સ્‍ટેશન સ્‍ટાફના તમામ ભાઈ - બહેનો તથા દુર્ગા શકિત ટીમને રાખડી બાંધવામાં આવેલ. ટ્રસ્‍ટમાં કાર્યરત શિક્ષકોએ વિચાર્યુ કે કાર્યક્રમની સાથોસાથ સિલાઈ કામ કરનાર બહેનોને રોજગાર મળી રહે અને પર્યાવરણની સુરક્ષા થઈ શકે તે માટે ટ્રસ્‍ટના બહેનો દ્વારા તમામને ભેટ સ્‍વરૂપે ફેન્‍સી, ખીસ્‍સામાં આરામથી સમાઈ જાય તેવી કાપડની થેલી આપવામાં આવી તેમજ તમામે અરસપરસ ચોકલેટ ખવડાવીને એકમેકના મોં મીઠા  કરાવ્‍યા. પોલીસ સ્‍ટેશનના એ. સી.પી.  શ્રી બારીયાના માર્ગદર્શન તેમજ પોલીસ ઈન્‍સ્‍પેકટર કાજલબેન મકવાણાની નિગરાની હેઠળ અને તેમના સમગ્ર સ્‍ટાફ તરફથી મળેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(3:44 pm IST)