Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પાણી ચકાસણી ઝુંબેશ : વધુ ૧૩ ડાયરેકટ પમ્‍પીંગ પકડાયા : રૂા. ૧૯૨૫૦નો દંડ

મનપા દ્વારા ૧૨૧૪ ઘરોમાં ચેકીંગ : ૪ ઇલે. મોટર જપ્‍ત

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્‍ટ્રિકᅠᅠમોટર મૂકતા કે અન્‍ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટᅠᅠપંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્‍ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્‍થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.

જેમાં તા. ૧૦ના રોજ શહેરમાં ૧૨૧૪ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્‍ટ પમ્‍પીંગ કરતા કુલ ૧૩ કિસ્‍સાઓ મળેલ હતા. ૧ વ્‍યકિતને નોટીસ અને ૪ લોકોની ઇલેક્‍ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્‍ટ પમ્‍પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. ૧૯,૨૫૦ની પેનલ્‍ટી વસુલ કરવામાં આવી હતી.

સેન્‍ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્‍તારોમાં ચકાસણી દરમ્‍યાન ૮ વ્‍યકિતઓ ડાયરેકટ પમ્‍પિંગ કરતા મળેલ હતા. કુલ ૪ ઇલેક્‍ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને ૧ વ્‍યકિતને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. ૯ હજારનો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ᅠઈસ્‍ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્‍તારોમાં ચકાસણી દરમ્‍યાન ૩ લોકો ડાયરેકટ પમ્‍પિંગ કરતા મળેલ હતા. તેમજ રૂ. ૬,૨૫૦ની પેનલ્‍ટી વસુલ કરવામાં આવી હતી. વેસ્‍ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્‍તારોમાં ચકાસણી દરમ્‍યાન ૨ લોકો ડાયરેકટ પમ્‍પિંગ કરતા મળેલ હતા તેમજ રૂ. ૪ હજારની પેનલ્‍ટી વસુલ કરવામાં આવી હતી.

(3:24 pm IST)