Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા પોતાનો કાર્યકાળ ભૂલી ગયા ? સહદેવસિંહનો સવાલ

કોંગ્રેસના સભ્યો ગણ્યાગાઠ્યા છે, એમાં પણ સંકલન નથી

 

 

રાજકોટ, તા. ૧ર ઃ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય સહદેવસિંહ જાડેજા જણાવે છે કે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું હાસ્યાત્મક નિવેદન છે. તેમણે ભાજપ શાસીત જિલ્લા પંચાયતનો વિકાસ, સંકલન, ગ્રામ્ય પ્રજાના પ્રશ્નોના નિરાકરણ જેવી બાબતો ન સ્વીકારી માત્ર પ્રસિદ્ધિ માટે વાહિયાત નિવેદન કરેલ છે. વિકાસ તેમને દેખાતો નથી. જિલ્લા પંચાયતમાં ચેરમેનનો અને જાગૃત પ્રમુખ સતત હાજરી દાખલા રૃપ છે. અરજદારોને ધક્કા થતા જ નથી જિલ્લા પંચાયતના સદસ્યઓ ભાજપના કાર્યકરો ગામડે ગામડે લોકો સમક્ષ રૃબરૃ પ્રશ્ન જાણી નિરાકરણ કરે છે.  સરહદેવસિંહ જણાવે છે કે વિપક્ષી નેતાના ગણ્યાગાઠયા જિલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્યોમાં એકતા નથી, તેનું સંકલન નથી. તેમના પ્રશ્નોની આગેવાની વિપક્ષી નેતા લેતા નથી. તેવું કોંગ્રેસના સભ્યોએ જાહેરમાં કહેલ છે. તેમના ઉંમર લાયક સભ્યો, કાર્યકરોની રજુઆત સાંભળતા નથી, તેમની સાથેનો વર્તાવ સારો હોતો નથી તેથી ઘણી રજુઆત અમારી સમક્ષ આવેલ છે પણ અમે તે તેમના પક્ષનો પ્રશ્ન છે તેમ જણાવેલ છે. વિપક્ષી નેતા પોતાના પાંચ વર્ષનો સમયગાળો ભૂલી ગયા કે તેમનાથી નારાજ સદસ્યોએ તેમની કેવી દશા કરી હતી કે છતિ બહુમતીએ પોતે વિપક્ષમાં હતા જે આજે છે. વિપક્ષી નેતા પોતાની થાળીની માંખ ઉડાડે, તેમને આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુમતી તો ઠીક ઉમેદવાર નહિ મળે.

(4:41 pm IST)