Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પગારના પૈસા બાબતે રેસ્‍ટોરન્‍ટના માલીક આકાશભાઇ પર રસોયા સહિતનો હુમલો

૧પ૦ ફુટ રોડ પર બનાવઃ રસોયા કૌશલસિંહ તેની પત્‍ની સિતા અને પુત્ર ધીરજસિંહ સામે ગુન્‍હો : ટુવ્‍હીલરમાં તોડફોડ

રાજકોટ તા.૧૧ : શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલા ફુડટોપીયા રેસ્‍ટોરન્‍ટ પાસે પગારના પૈસાબાબતે રેસ્‍ટોરન્‍ટના માલીક સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી રસોયો તેની પત્‍ની અને તેના પુત્રએ મારામારી બાઇકમાં તોડફોડ કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ૧પ૦ ફુટ રોડ પર ટેલીફોન ચેક્ષચેન્‍જ પાછળ હરીનગર-૬માં રહેતા અને ૧પ૦ ફુટ રોડ પર ઇગલ ટ્રાવેલ્‍સની બાજુમાં ફુડ ટોપીયા રેસ્‍ટોરન્‍ટ નામે રેસ્‍ટોરન્‍ટ ચલાવતા આકાશભાઇ રીકેનભાઇ સાંગાણીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં રસોયા તરીકે કામ કરતો કૌશલસિંગ ફોરસિંગ ઠાકુર તેની પત્‍ની સિતા કૌશલસિંગ ઠાકુર અને તેનો પુત્ર ધિરજસિંગ સામે ફરીયાદ નોંધાવી છે.

આકાશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના ફુડ ટોપીયા નામના રેસ્‍ટોરન્‍માં છેલ્લા ર૦ દિવસથી એક નેપાળી કૌશલસિંગ ઠાકુર નામનો વ્‍યકિત રસોયા તરીકે કામ કરતો હતો. ગઇકાલે બપોરે પોતે તેને તેના પગારના રૂા.૧૩૦૦૦ આપવા માટે બોલાવ્‍યો હતો આ કૌશલસિંગને પોતે પગારના પુરેપુરા પૈસા આપી દીધા હતા તેમ છતા આ કૌશલસિંગે ‘હજુ રૂા.૪૦૦૦ બાકી છે તે આપો' તેમ કહેતા પોતે તેને વધુ પૈસા આપવાની ના પાડતા તે ઉશ્‍કેરાઇ જઇ પોતાને ગાળો આપવા લાગ્‍યો હતો અને રેસ્‍ટોરન્‍ટની બહાર ઉભેલી તેની પત્‍ની સીતા અને તેનો પૂત્ર ધિરજસિંગ બંને આવી પોતાને રેસ્‍ટોરન્‍ટની બહાર બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી રેસ્‍ટોરન્‍ટનો અન્‍ય સ્‍ટાફ બહાર આવી જતા કૌશલસિંગએ કહેલ કે ‘પૈસા આપી દેજો નહી તો જાનથી મારી નાખીશ' તેમ કહી ત્રણેયે પોતાના બાઇકમાં તોડફોડ કરી હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ બી.જી.ખેરે તપાસ હાથ ધરી છે.

(4:39 pm IST)