Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણૂંક

શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ નં. ૭, ૮, ૧૭ અને ૧૮ ના કાર્યકારી વોર્ડ પ્રમુખની તાત્‍કાલીક અસરથી નિમણુકો પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ જાહેર કરતા વોર્ડ નં. ૭ માં જીજ્ઞેશભાઇ વિરજીભાઇ ડોડીયાની વોર્ડ કાર્યકારી પ્રમુખ, વોર્ડ નં. ૮ માં પાર્થ હિતેશભાઇ બગડાની વોર્ડ કાર્યકારી પ્રમુખ, વોર્ડ નં. ૧૭ માં પ્રહલાદસિંહ ભુપતસિંહ ઝાલા વોર્ડ કાર્યકારી પ્રમુખ, વોર્ડ નં. ૧૮ માં નિર્મળભાઇ (નિલેશભાઇ) રાવતભાઇ મારૂ (પૂર્વ કોર્પોરેટર) વોર્ડ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુક થતા ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:56 pm IST)