Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મહેન્દ્રભાઇ પટેલને યથાવત પરીસ્થિતિ જાળવી રાખવા હુકમ કરતી રાજકોટ સીવીલ કોર્ટ

પાટીદાર રેસીડેન્સીના બ્લોક નં.સી./૧ અંગે

રાજકોટઃ કેસની હકિકત મુજબ મહેન્દ્રભાઇ છગનભાઇ પટેલની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાનું મકાન સાધુવાસવાણી રોડ ઉપર શહેર રાજકોટમાં સમાવિષ્ટ ગામ રૈયાના રે.સ.નં.૪૩ પૈકી, ટી.પી.સ્કીમ નં.૧૬ રૈયા (ડ્રાફટ) એફ.પી.નં.૬પના બિનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજુરીવાળા જમીનના પ્લોટસ પૈકીમાં આવેલ ''પાટીદાર રેસીડેન્સી''ના નામથી ઓળખાતી વસાહતમાં આવેલ પ્લોટ નં.૧ થી ૧૧ ના સબ પ્લોટ નં. ૧ થી ૧૧/૧ પૈકીની જમીન ચો.મી.આ.૭૪-૬૦ બરાબર ચો.વા.આ.૮૯-રર ઉપર ઉભા ઇમલાવાળુ મકાન નં.સી/૧ આવેલ છે. જે મકાનનું વેચાણ કરવા તેઓએ શ્રીમતી ઇન્દુબેન કૈલાશભાઇ રામોલીયા જોગ મકાન વેચાણની કાર્યવાહીના ભાગ રૃપે રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં સાટાખત અનુક્રમ નં.૭પ૧ તા.૩૧/૦૧/ર૦૧૮ થી કુલ રૃા.૩૦,૦૦,૦૦૦ની સોદો નકકી કરી અવેજ તથા સુથીની રકમ રૃા.ર,૦૦,૦૦૦ ચેકથી સ્વીકારી કરી આપેલ છે અને તમોને અવેજ મળી ગયા બદલ પાકી પહોંચ સ્વીકારેલ છે. જે તમોને મળી ગયેલ છે જે સાટાખત (વેચાણ કરાર) આજે પણ અમલમાં અને કાયમ છે.

જે સાટાખતનું મહેન્દ્રભાઇ છગનભાઇ પટેલ પાલન કરતા ના હોય જેથી સાટાખતના કરાર પાલન માટે વાદી તરીકે શ્રીમતી ઇન્દુબેન કૈલાશભાઇ રામોલીયા દ્વારા રાજકોટની સીવીલ કોર્ટ સમક્ષ સ્પે.દી.કેસ નં. ૬૬/ર૦ર૧થી વેચાણ દસ્તાવેજ કરાવવા માટે દાવા અરજી રજુ કરવામાં આવેલ જે દાવા અરજીના કામે મહેન્દ્રભાઇ છગનભાઇ પટેલને કોર્ટના સમન્સ નોટીસની બજવણી થઇ ચુકેલ હોય તેમ છતાં નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી જેથી શ્રીમતી ઇન્દુબેન કૈલાશભાઇ રામોલીયાના વકીલ શ્રી જીજ્ઞેશ જી.પઢીયાર દ્વારા વિવાદ વાળી મીલકતના વેચાણ, ગીરો, ટ્રાન્સફર સામે સ્ટે.અરજી રજુ કરવામાં આવતા અને કેસની સુનાવણી તેમજ કેસની તમામ હકિકત દલીલો ધ્યાને લઇ રાજકોટની સીવીલ કોર્ટ દ્વારા સ્પે. દિ.કેસ નં.૬૬/ર૦ર૧ ના કામે વચગાળાના મનાઇ હુકમનો નીકાલ ન થાય ત્યાં સુધી વિવાદ વાળે મકાન ટ્રાન્સફર કે ગીરો કે એસાઇન કરવા બાબતે સામાવાળા મહેન્દ્રભાઇ છગનભાઇ પટેલએ કોઇ કાર્યવાહી કરવી નહી તેવો મહત્વનો ચુકાદો આપેલ છે.

આ કેસમાં વાદી તરફે રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ જી.પઢિયાર, દિપેશ ડી.અંધારીયા, જગદીશ એન.વાઢેર, કૃષ્ણ રાજસિંહ આર. રાયજાદા, નિલેશ કુરીયા વિગેરે રોકાયેલા હતા.

(4:08 pm IST)