Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જલારામ રઘુકુળ હોસ્‍પિટલ ખાતે રવિવારે કાન,નાક, ગળા તથા મગજ, મણકા, કરોડરજ્જુનો વિનામૂલ્‍યે નિદાન કેમ્‍પ

રાજકોટ,તા.૧૧ : શહેરનાં પંચવટી વિસ્‍તારમાં આવેલ શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે આગામી તા. ૧૫મીએ રવિવારના રોજ કાન, નાક, ગળાની સમસ્‍યા, મોઢા, ગળાના કેન્‍સરની સમસ્‍યા, મગજ, મણકા અને કરોડરજ્જુની સમસ્‍યા માટે વિનામુલ્‍યે નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ છે. તેમજ કાન, નાક તથા મોં અને ગળાના કેન્‍સર વિશે માર્ગદર્શન સેમિનાર યોજાશે.

આ કેમ્‍પમાં કાન, નાક,ગળાના રોગોના અનુભવી સર્જન ડો.હિમાંશુ ઠક્કર સેવા આપશે કે જેઓ છેલ્લા ૨૦ વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે પ્રેકિટસ કરી રહ્યા છે.

ન્‍યુરો અને સ્‍પાઇન સર્જન ડો.નિધીકુમાર પટેલ દ્વારા મગજ, મણકા કરોડરજ્જુની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે મગજ કે કરોડરજ્જુની ગાંઠ, પક્ષઘાત, મગજના હેમરેજ, મગજની નસ ફુલાવી (એન્‍યુરિઝમ) મણકા કે ગાદીને લગતી સમસ્‍યાઓ, સાયટીકા, હાથ-પગમાં ઝણઝણાટી આવવી, હાથ-પગની કમજોરી, મગજ કે મણકાના ચેપી રોગના નિષ્‍ણાંત છે. મગજ કે મણકાના તમામ પ્રકારના ઓપરેશન આધુનિક માઇક્રોસ્‍કોપ તથા એન્‍ડોસ્‍કોપ વડે કરવાની સુવિધા ઉપલબ્‍ધ છે. ડો.નિધિકુમાર પટેલને ૨૫૦૦ થી વધારે સફળ સર્જરીનો અનુભવ છે.

આ કેમ્‍પ તથા માર્ગદર્શન સેમિનાર તા. ૧૫મીએ ૨૦૨૨ના રવિવારે સવારે ૯ થી ૧ દરમ્‍યાન શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ, પંચવટી સોસાયટી , શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ રાજકોટ ખાતે યોજાશે. આ ઉપરાંત હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન યોજના હેઠળ ડાયાલીસીસ, જોઇન્‍ટ રીપેલસમેન્‍ટ (ઘુંટણ તથા થાપા) તથા આથ્રોસ્‍કોપીના ઓપરેશનો, યુરો સર્જરી કરવામાં આવે છે.

(4:14 pm IST)