Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

એસઆરપીના પીએસઆઇ ડી. જે. મહેતાને નિવૃતી વિદાયમાન અપાયુ

ગૃહમંત્રી દ્વારા બેસ્ટ ટ્રેનરનો એવોર્ડ મળ્યો હતો

રાજકોટ તા.૯: ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ-૧૩માં ફરજ બજાવતાં પીએસઆઇ ડી. જે. (દિપકભાઇ જન્મશંકરભાઇ) મહેતા નિવૃત થતાં તેમને વિદાયમાન અપાયું હતું. તેઓ ૧૯૮૩માં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા બાદ માનેસરમાં એનએસજી કમાન્ડોની તાલિમ લીધા પછી સી.એમ. સિકયુરીટીઝ સલામતી શાખા ગુજરાત સ્ટેટ કમાન્ડો ફોર્સ તેમજ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે પણ કમાન્ડો ટ્રેનીગ સેન્ટર ખાતે એડીઆઇ તરીકે ફરજ બજાવી હતી.  ર૦૧૬માં એસઆરપી અનાર્મ્ડ પીએસઆઇ તરીકે બઢતી મળતાં ગોંડલ એસઆરપી ગ્રુપ-૮ ખાતે પોસ્ટીંગ થતાં ત્યાં ફરજ બજાવી હતી. છેલ્લે રાજકોટ ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ-૧૩ ખાતેની ફરજ બાદ વયમર્યાદાને લીધે નિવૃત થયા છે. તેમને કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા બેસ્ટ ટ્રેનર એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત, હરીયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના રાજયોમાં ફરજ બજાવી ચુકયા છે. ગાંધીનગરના અક્ષરધામ, ગોધરાકાંડ, મોટી દુર્ઘટના હોય કે પછી કોરોના જેવી મહામારીનો સમય હોય તેઓ દરેક સમયે સરાહનીય ફરજ બજાવી ચુકયા છે. તેઓ નિવૃત્ત થતા (મો. ૯૬૬૪૮ ૪૮૧પ૦) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(10:15 am IST)