Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રાધાકૃષ્ણનગરમાં ગાળો બોલવાની ના પાડતાં માસીયાઇ ભાઇઓ પર હુમલો

કનુભાઇ અને ધવલને પડોશમાં જ રહેતાં હેમત, કુમાર, કાનો સહિતે ધોકા-પાઇપ ફટકાર્યા

રાજકોટ તા. ૧૧: જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૧૬માં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં કનુભાઇ મેઘાભાઇ હુંબલ (આહિર) (ઉ.વ.૩૫) અને શેરી નં. ૧૮માં રહેતાં તેના માસીના દિકરા ધવલ પ્રભાતભાઇ હેરભા (ઉ.વ.૨૨) પર કનુભાઇના ઘર પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે પડોશી હેમત ચાવડા, કુમાર લાવડીયા અને કાનો ચાવડા તથા અજાણ્યાએ ઝઘડો કરી છરી, ધોકા, પાઇપથી હુમલો કરી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નીનામા અને અનોપસિંહે આ અંગે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. ધવલ કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે માસીયાઇ ભાઇ કનુભાઇના ઘર પાસે હેમત સહિતના ગાળો બોલતાં હોઇ તેને કનુભાઇએ ઘર પાસેથી દૂર જવાનું કહેતાં તેની સાથે માથાકુટ કરી હુમલો કર્યો હતો. પોતાને જાણ થતાં પોતે બચાવવા દોડી જતાં પોતાના પર પણ ઘા થયા હતાં. ભકિતનગર પોલીસે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(11:56 am IST)