Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

સોમવારથી શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદીના વ્યાસાસને વણિક વિદ્યાલયમાં ભાગવતકથા

કોઠારી પરિવાર દ્વારા આસ્થાભેર આયોજનઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

રાજકોટ,તા. ૧૧:  આગામી તા, ૧૩ને સોમવારથી દશા સોરઠીયા વણિક વિદ્યાલય રવિ પ્રકાશનની બાજુમાં યાજ્ઞિક રોડ ખાતે કોઠારી પરિવાર દ્વારા  પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આસ્થાભેર આયોજન થયેલ છે કથાના વ્યાસાસને સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે

સોમવારે સવારે ૯ વાગ્યે પોથીજી યાત્રા શ્રી ત્રિકમજીરાયજીની હવેલીએથી વાજતે ગાજતે કથા સ્થળે પધારશે. સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ અને બપોરે ૩-૩૦થી ૬-૩૦ દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં તા,૧૪ને મંગળવારે સાંજે ૫-૩૦ વાગ્યે કથા માહાત્મ્ય અને કપિલ જન્મોત્સવ ઉજવાશે બુધવારે સાંજે ૬-૩૦ વાગ્યે નૃસિંહ પ્રાગટ્ય, પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર અને ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે વામન જન્મ ઉજવાશે

 ગુરુવારે સાંજે ૫-૩૦ વાગ્યે રામ પ્રાગટ્ય અને સાંજે ૬ વાગ્યે કૃષ્ણ પ્રાગટ્ય, નંદ મહોત્સવ,કૃષ્ણ કનૈયાની બાળલીલા ઉજવાશે જયારે શુક્રવારે સાંજે ગોવર્ધન ઉત્સવ અને રાસલીલા થશે શનિવારે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ ઉજવાશે જયારે રવિવારે પરીક્ષિત મોક્ષ, કથાની હૂંડી અને કથા વિરામ પામશે.

(3:00 pm IST)