Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે માતા ત્રિશલાના ૧૪ સ્વપ્નોની ઝાંખી

રાજકોટ : શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ પારેખ ઉપાશ્રયે બિરાજીત ગોંડલ ગચ્છ સંત શિરોમણી તત્વ ચિંતક અધ્યાત્મપ્રેમી પરમ પૂજય શ્રી જશરાજજી મા.સા ના શિષ્ય રત્ન સાહિત્યપ્રેમી પરમ પૂજય શ્રી દેવેન્દ્ર મુની મહારાજ સાહેબની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે તા.૮ ને બુધવારના રોજ સવારે ૯ થી ૧૧ સ્વાશ્રય હોલ ખાતે મહાવીર નગરીમાં ત્રિશલા માતાને આવેલ ૧૪ મહા સ્વપ્નની અલૌકિક ઝાંખી રજૂ કરવામાં આવી, સાથે સાથે શાલીભદ્રની પેટીની ઉછામણી કરવામાં આવી હતી.સંચાલન શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી મેહુલભાઈ રવાણી દ્વારા કરવામાં આવેલ હતું.

(3:01 pm IST)