Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રૈયાધાર, છોટુનગર અને ઘંટેશ્વર પચ્ચીસ વારીયા કવાર્ટરમાં દેશી દારૂની ડ્રાઈવઃ ૭ ઝડપાયા

રાજકોટઃ. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂ અંગેની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. જાડેજા, બી.જી. ડાંગર તથા એ.બી. વોરા સહિતના સ્ટાફે રૈયાધાર તથા અન્ય વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસે રૂ. ૬૪૦ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબ્જે કરી રૈયાધાર મફતીયાપરાની વર્ષા મનોજભાઈ દેત્રોજા, વિક્રમ કેશુભાઈ વાજેલીયા, કમશી ગોવિંદભાઈ ચાણકય અને મુંજકા ગામ ટીટોડીયા મફતીયાપરાના કાંતીલાલ રતીલાલભાઈ ભટ્ટીને પકડી કાર્યવાહી કરી હતી. જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી. રાણા, પીએસઆઈ ટી.ડી. બુડાસણા, એમ.બી. ગઢવી સહિતના સ્ટાફે હનુમાનમઢી પાસે છોટુનગર વિસ્તારમાંથી રૂ. ૩૮૦ની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબ્જે કરી છોટુનગર મફતીયાપરાના બાબુ ભનુભાઈ અઘારીયા, ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરના સુમીત્રાબા દીલીપસિંહ રાઠોડ અને દિનેશ મફાભાાઈ વાઘેલાને પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)