Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કોંગ્રેસ કાર્યાલયે સૌપ્રથમ વખત ગણેશ ઉત્સવ : તા.૧૪ સુધી આયોજન

ઢેબર રોડ ઉપર આવેલ અષ્ટમંગલધામ ખાતે દર્શન અને સાંજે ૭ વાગ્યે મહાઆરતીનો લાભ લેવા શહેર પ્રમુખ અશોક ડાંગરની નગરજનોને અપીલ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૧૦/૦૯/૨૦૨૧ થી ૧૪/૦૯/૨૧ સુધી 'અષ્ટમંગલ ધામ' ખાતે મહારાજાધીરાજ ગણપતિજીના ભવ્યાતિભવ્ય શણગાર, શૃંગાર પૂજા, મહાઆરતી, પ્રસાદનું કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરી મહારાજાધીરાજ ગણપતી મહોત્સવનું આયોજન કરેલ છે તેના ભાગ રૂપે ગઇ કાલે તા.૧૦ ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના શુભ દિવસે સવારે ૯:૪૫ કલાકે ઢેબર રોડ પર આવેલ શહેર કોગ્રેસ કાર્યાલય 'અષ્ટમંગલ ધામ' ખાતે મહારાજાધીરાજ ગણપતિદાદાના નુ સ્થાપન કરવામાં આવ્યું. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ડો. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, ભાર્ગવભાઈ પઢીયાર, સુરેશભાઈ બથવાર, દિપ્તીબેન સોલંકી, પ્રતિમાબેન વ્યાસ, રણજીતભાઈ મુંધવા, યુંનુશભાઈ જુણેજા, જયંતભાઈ ગાંગાણી, હેમલભાઈ પેસીવાડીયા, આશિષસિંહ વાઢેર, મુકેશભાઈ પરમાર, ભાવેશભાઈ ખાચરીયા, વોર્ડ પ્રમુખો, કૃષ્ણદતભાઈ રાવલ, અલ્પેશભાઈ ટોપિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, વાસુરભાઈ ભંભાણી, નારણભાઈ હીરપરા, દિલીપભાઈ આશવાણી, જયાબેન ટાંક, વી.ડી. પટેલ, પરસોતમભાઈ સગપરીયા, સુરેશભાઈ ગરૈયા, રામભાઈ જીલરીયા, જીગ્નેશભાઈ વાગડિયા, હિરલબેન રાઠોડ, રવિભાઈ ડાંગર, પ્રવીણભાઈ મૈયડ, અલ્કાબા ઝાલા, સરોજબેન રાઠોડ, શાંતાબેન મકવાણા, સાગર દાફડા, ઘનશ્યામભાઈ મકવાણા, શૈલેશભાઈ ટાંક વિગેરે આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનોએ 'અષ્ટમંગલ ધામ' ખાતે સાંજે ૭ કલાક ગણપતિદાદાના દર્શન અને મહાઆરતીનો લાભ લીધેલ હતો. તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા નગરજનો મહાઆરતીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. 

(4:07 pm IST)