Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

કોવિશીલ્ડ ખલાસ : રસીકરણ કેન્દ્રમાં અનેકને ધક્કો થયો

ર૮ કેન્દ્રોમાં માત્ર કો-વેકસીન અપાઇ : આજે બપોર સુધીમાં ૯૮૦ નું રસીકરણ

રાજકોટ, તા. ૧૧ :. ઘણા સમય બાદ મ.ન.પા. પાસે કોવિશીલ્ડ વેકસીનની અછત સર્જાતા આજે રસીકરણ કેન્દ્રો ઉપર  કોવિશીલ્ડ લેવા જનારાઓને ધરમ-ધક્કા થયા હતાં.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કોરોના વેકસીનની કામગીરી પૂરજોશથી ચાલી રહી છે. આ દરમિયાન ગઈકાલથી આજે બપોર સુધીમાં કોવિશીલ્ડ રસીના ડોઝની અછત સર્જાતા આજે કોવિશીલ્ડ રસી આવી ન હતી. આથી કોવિશીલ્ડ આપવામાં ન આવી. જો કે ર૮ કેન્દ્ર ઉપર કો-વેકસીનનું રસીકરણ ચાલુ  હતું. દરમિયાન કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવા જનારાઓને આજે ધરમ ધક્કા થયા હતા.

શહેરમાં આજે તા. ૧૧ ના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં  ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૭૮ર અને ૪પ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૯૮ સહિત કુલ ૯૮૦ નાગરિકોએ રસી લીધી. 

(4:08 pm IST)