Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અબિલ ગુલાલની છોળો સાથે ‘રાજકોટ કા મહારાજા’ : મહાનુભાવોના હસ્તે મહાઆરતી

રાજકોટઃ ‘ભૂદેવ સેવા સમિતિ’ દ્વારા ડો.યાજ્ઞીક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ‘રાજકોટ કા મહારાજા’ નું વાજતે ગાજતે અબીલ-ગુલાલ કંકુ સાથે ભવ્ય સામૈયા કરી સાંજે ૫ વાગ્યે પુજાવિધી વિધી-વિધાન સાથે પ્રખર શાસ્ત્રી શ્રી જયભાઇ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવેલ. પ્રથમ દિવસે ‘રાજકોટ કા મહારાજા’ની મહાઆરતીમાં બ્રહ્મસમાજના અગ્રણી તથા માર્ગદર્શક, શુભેચ્છક નિતીનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ તેમજ યુવા એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, મનહરભાઇ બાબરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીત, અશ્વીનભાઇ દૂધરેજીયા, કિરીટભાઇ ગોહીલ, રવિભાઇ ગોહીલ, જેન્તીભાઇ ભાખર, ફારૂકભાઇ બાવાણી, કિશોરભાઇ પરમાર, ઔદિચ્ય સતર તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ મહેશભાઇ ત્રીવેદી, જર્નાદનભાઇ આચાર્ય, મહામંત્રી કમલેશભાઇ જાષી, લલીતભાઇ રાવલ, સુરેશભાઇ રાવલ, મહેન્દ્રભાઇ રાવલ, પરાગભાઇ ભટ્ટ, ધર્મેશભાઇ પંડયા, મુનિમભાઇ દવે વગેરે ઉપસ્થિત રહી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઇ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નિશાંત રાવલ, વિશાલ આહ્ના, નીરજ ભટ્ટ, વિશાલ ઉપાધ્યાય, પ્રશાંત ઓઝા, જય પુરોહીત, મયુર વોરા, મીત ભટ્ટ, ગોપાલભાઇ જાની, સંદીપભાઇ પંડયા, પુજન પંડયા, તરાગ મહેતા, ભરતભાઇ દે, શીરીષભાઇ વ્યાસ, માનવ વ્યાસ, જીજ્ઞેશ ત્રીવેદી રાજ દવે, જીજ્ઞેશ પુજારા, પ્રદીપ બોરીસાગર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(5:02 pm IST)