Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ધંધા માટે હાથ ઉછીની આપેલી રકમના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૧ર : અત્રે પોપટપરામાં રહેતા વિઠ્ઠલભાઇ ચૌહાણને ચેક રિર્ટનના કેસમાં એક વર્ષની સજા અદાલતે ફટકારી હતી.

અત્રેના બનાવની વિગત એવી છે કે રાજકોટના પડધરી તાલુકાના ખંઢેરી ગામે રહેતા ગોવિંદભાઇ ઉગાભાઇ સોનારાએ આ કામના આરોપી વિઠ્ઠલભાઇ બચુભાઇ ચૌહાણ, રહે. પોપટપરા વાળાને અંગત જરૂરીયાત માટે રૂપિયાની જરૂર પડતા ફરિયાદી પાસેથી મિત્રતાના દાવે હાથ ઉછીના વગર વ્‍યાજે આપેલ. જે બદલ આરોપીએ તેમની બેંકનો રૂા.ર,૪૦,૦૦૦ નો રકમ પરત કરવા માટે ચેક આપેલ. જે ચેક રીર્ટન થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં શ્રી આર.બી.ગઢવી સાહેબની કોર્ટમાં ચેક રીર્ટન થવા બદલની ફોજદારી ફરીયાદ કરેલ હતી.

ફરિયાદ બાબતે આરોપી તરફથી રકમ ચુકવાઇ ગયેલ છે વ્‍યાજે આપેલી રકમ હતી તથા ડાયરીના ઉતારાઓ રજુ કરવામાં આવેલ હતા. જયારે ફરીયાદ પક્ષ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવેલ તેમજ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના પ્રિઝમશન બાબતના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ તથા આરોપીના બચાવ બાબતે ફરિયાદ પક્ષ દ્વારા મુદ્દાસર ખુલાસાઓ કરવામાં આવેલ. જેમાં ફરીયાદ પક્ષે પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરેલ હોય તેથી રાજકોટની ઉપરોકત કોર્ટે રાજકોટ પોપટપરામાં રહેતા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા આરોપીએ, ફરીયાદીને રૂા. ર,૪૦,૦૦૦ પુરા, હુકમ તારીખથી એક માસમાં ચુકવી આપવા અને  ન ચુકવે તો છ માસની વધુ સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં ફરિયાદી-ગોવિંદભાઇ ઉગાભાઇ ચાવડા વતી રાજકોટના ધારાશાષાી સંજય એમ. ડાંગર, વિજય જે. ધમ્‍મર, સાગર એન.મેતા, પરેશ વી. ગળધરીયા, તથા મહેશ એલ.સોનરા-એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:58 pm IST)