Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

સરગમ ચિલ્‍ડ્રન કલબના ભુલકાઓ ફનવર્લ્‍ડની સહેલગાહે

 ઉનાળાના વેકેશનની મજા માણવાના હેતુથી સરગમ ચિલ્‍ડ્રન કલબના ભુલકાઓને ફનવર્લ્‍ડ (રેસકોર્ષ)ની સહેલગાહ કરાવવામાં આવી હતી. ૧૦૦૦ થી વધુ બાળકોએ ૮ થી વધુ રાઇડ્‍સની મજા માણી હતી. આ પીકનીકમાં ફનવર્લ્‍ડના ચેરમેન હિતેન્‍દ્રસિંહ જાડેજા અને મેનેજર પ્રદીપસિંહ ઝાલાએ સતત સાથે રહી બાળકોને વધુને વધુ આનંદ મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ ચિલ્‍ડ્રન કલબના પ્રમુખ અલ્‍કાબેન કામદાર, મંત્રી મધુરીકાબેન જાડેજા, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્‍યાસ, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા, સુધાબેન દોશી, આશાબેન ભુછડા, દેવાંશીબેન શેઠ, અનુશ્રીબેન ગુજરાતી તેમજ લેડીઝ કલબના ૫૦ કમીટી મેમ્‍બરોએ જહેમત ઉઠાવી હતી.

(3:03 pm IST)