Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

બાળતુલા દિવસની આંગણવાડીઓમાં ઉજવણી : ૦ થી ૫ વર્ષના બાળકોનું ઊંચાઇ - વજન કરાયું

બાળકોમાં કુપોષણને જાકારો આપવા દર મહિનાના બીજા મંગળવારે આયોજન : વાલીઓને ગ્રેડ - આહાર વિશે સમજણ અપાઇ : જરૃર જણાયેલ બાળકોને સારવાર માટે ઘ્પ્વ્ઘ્ રીફર કરાયા

રાજકોટ તા. ૧૨ : કુપોષણને ઝડપથી ઘટાડવા માટે સમુદાયના વર્તનમાં પરિવર્તન ખૂબ જ જરૃરી છે. અને તેના માટે સમુદાયની ભાગીદારી પણ એટલી જ મહત્વની છે. માતા અને બાળકોને આંગણવાડી ઉપર માત્ર આહાર આપવાથી પોષણ સ્તરમાં લક્ષિત ઝડપી સુધારો લાવી શકાતો નથી. આહાર - પોષણ અને આરોગ્યની સારી ટેવોનો નિયમિત અમલ સમુદાય સ્તરે થાય તે માટે આંગણ વાડી સ્તરે સમુદાય આધારિત પ્રવૃતિઓ લાભાર્થીઓને માર્ગદર્શન પૂરૃં પાડવા માટે નો અગત્ય નો પાયો છે. કોવિડ-૧૯ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતી ને ધ્યાને લઈ આઇ સી ડી એસ અંતર્ગત સમુદાય આધારિત પ્રવૃત્ત્િઓની ઉજવણી દરમ્યાન સરકાર દ્વારા સમયાંતરે પ્રકાશિત તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે છે.

સૂપોષણ સંવાદ દરમ્યાન યોગ્ય સામાજિક અંતર જળવાઈ રહે તેટલા લાભાર્થીઓને એક સાથે બોલાવી, વધારે લાભાર્થી હોઈ તો દિવસમાં જુદા જુદા સમયે બોલાવી ઉજવણી કરેલ છે. બાળ તુલા (બાળકોનું વજન) બીજા અઠવાડિયા દરમ્યાન કરવાનું હોઈ છે.

ઇસ્ટ ઝોન ઘટક-૧માં કુલ ૧૧૯ આંગણવાડીઓ દ્વારા તા. ૧૦ના રોજ બાળતુલા દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. બાળકોના પોષણ અંગે વાલી સાથે મિટિંગ કરીને ચર્ચા કરવામાં આવેલ છે. તથા ૦-૫ વર્ષ ના તમામ બાળકોનું વજન - ઉંચાઈ કરવામાં આવેલ છે. તેમાં વાલીને તેમના બાળકના ગ્રેડ અંગે ચર્ચા કરેલ છે, અતિ કુપોષિત બાળકના ગ્રેડ તથા સામાન્ય ગ્રેડના બાળકોના વજન કેટલા હોવા જોઈએ અને તેમના બાળકોના વજન મુજબ બાળક કયા ગ્રેડમાં છે તે અંગેની સમજણ આપવામાં આવેલ તથા પોષણ સ્તર કેવી રીતે સુધારો લાવી શકાય તે અંગે ચર્ચા કરેલ હતી.

આંગણવાડી ઉપર બાળ તુલાના દિવસે બાળકોનું સ્ક્રીનીંગ કરતા જરૃર જણાય તેવા બાળકોનું સંસ્થાકીય સારવાર માટે ઘ્પ્વ્ઘ્ઙ્ગ ઉપર જવા તરત જ રિફર કરવામાં આવે છે. આંગણવાડી કાર્યકરબેન વાલીને સાચી સમજણ આપે છે,ઙ્ગ બાળકોના વજન ઉંચાઇ કરવા માટેઙ્ગ સ્ટેડિયોમીટર, ઇન્ફંટોમીટરનો ઉપયોગ કરીને બાળકોના વજન - ઉંચાઇ કરવામાં આવેલ. અતિ કુપોષિત બાળકોને બાળશકિતના ચાર પેકેટ આપવામાં આવે છે અને કેવી રીતે બાળશકિતના પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ખવડાવી શકાય તે અંગેની સમજણ કાર્યકર બેન દ્વારા વાલીને આપવામાં આવેલ હતી. બાળકોનું પોષણ સ્તર વધે અને કુપોષણ નાબુદ થાય તેવા ઉમદા આશયથી દર માસે બીજા મંગળવારે બાળતુલાનું આયોજન કરવામાં આવેલ છે.

(4:04 pm IST)