Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

ચેક રિટર્નના કેસમાં એડેન ટેકનોકાસ્ટના

ભાગીદારને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧રઃ અત્રે ચેક રિટર્ન કેસમાં એડેન ટેકનોકાસ્ટના ભાગીદાર રાજુ ભંડેરીને એક વર્ષની સજા કોર્ટે ફરમાવી હતી.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સુભાષનગર, શેરી નં. ૧, કોઠારીયા રોડ, ઉપર રહેતા અને જય ગોપાલ મેટલ્સના નામથી પ્રોપરાઇટર દરજજે મયુરભાઇ રમેશભાઇ પોકર ઝીંક મેટલનું મેન્યુફેકચર કરે છે. અને આ કામના આરોપી રાજુભાઇ રમેશભાઇ ભંડેરી 'એડેન ટેકનો કાસ્ટ' ના નામથી પરસાણા સોસાયટી, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામે ભાગીદાર દરજજે ધંધો કરતા હોય માલની ખરીદી કરતા હતા. વર્ષ-ર૦૧૯ થી ર૦ર૦ સુધીમાં રાજુભાઇ ભંડેરીએ ઝીંક મેટલની જે ખરીદી કરેલી હતી તે માલની ચુકવવાની બાકી નીકળતી રકમ રૃા. ૭૯,૮પ૬/- અંકે રૃપિયા ઓગણએંસી હજાર આઠસો છપ્પન પુરા ચુકવવા માટે રાજુભાઇ ભંડેરીએ એમની પેઢીના ખાતા વાળી કોટક મહિન્દ્રા બેંક, રાજકોટના ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીએ તેમની બેંકમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ કરેલી હતી.

આ કેસ ચાલી જતા રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટે આરોપી 'એડેન ટેકનોકાસ્ટ'ના ભાગીદાર રાજુભાઇ રમેશભાઇ ભંડેરીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવીસજાનો હુકમ કરેલ છે જેમાં આરોપી રાજુભાઇ રમેશભાઇ ભંડેરી ને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ એક માસમાં વળતર તરીકે ચુકવવી અને જો એક માસમાં રકમ ન ચુકવે તો વધુ ૧ (એક) માસની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(4:06 pm IST)