Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

બેંકમાંથી લોન અપાવી દેવાના બહાને

છેતરપીંડીના ગુનામાં આરોપીઓ જામીન પર

રાજકોટ, તા. ૧ર : બેન્કમાંથી લોન અપાવી દેવાના બહાને લોન વાંછુ પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ ખાતું ખોલાવી છેતરપિંડી કરવાના ગુનામાં ઝડપાયેલા ભાવનગરના ત્રણ આરોપીને જામીન મુકત કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ ઘંટેશ્વરમાં ફરિયાદી સંજયભાઈ રમેશભાઈ ઘાવરીએ મકાન લેવા માટે માતાના નામે રૃ.૧૨.૫૦ લાખની લૉન લીધી હતી ત્યારબાદ વધુ રૃપિયાની જરૃર પડતા ફરિયાદી સંજયભાઈએ પોતાના ડોક્યુમેન્ટ આઝમ આમદાણીને આપ્યા હતા. આઝમે જેણે બેંકમાં ખાતું ખોલાવી સિમકાર્ડ ખરીદી ૪.૫૦ કરોડની ટ્રાન્ઝેકશન કરી છેતરપિંડી આચાર્યાની ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના  રાજકોટના આઝમ આમદાણી અને ભાવનગરના મુન્ના અબ્દુલરસીદભાઈ શેખ, ઈલિયાસ સાદિક ખોખર અને જીગ્નેશ દિનેશભાઇ પરમારને પોલીસે છેતરપિંડીથીના ગુનામાં ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા જેલ હવાલે રહેલા  ભાવનગરના ત્રણેય આરોપીઓએ અદાલતમાં જામીન અરજી કરી હતી એ જામીન અરજી ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ  ત્રણેય આરોપીઓની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

 આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રણજીત પટગીર, સાહિસ્તાબેન ખોખર, પ્રહલાદસિંહ ઝાલા અને મિતેશ ચાનપુરા રોકાયા હતા.

(3:19 pm IST)