Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

લલુડી વોંકરીમાં ઘરકંકાસથી કંટાળી રાજુભાઇ રાઠોડનો ફાંસો ખાઇ આપઘાત

છૂટાછેડા થયા બાદ પણ સાથે રહેતી પૂર્વ પત્‍નિ સાથે ઝઘડો થતો'તો

રાજકોટ, તા.૧૨: ગુંદાવાડી નજીક લલુડી વોંકરીમાં રહેતા પ્રૌઢે ઘરકંકાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મજબ લલુડી વોંકરી શેરી નં.૧માં ભાડે રહેતા રાજુભાઇ ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળા ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો પ્રૌઢને લટકતી હાલમાં જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા પ્રૌઢનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ મનરૂપગીરી સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રાજુભાઇ ડ્રાઇવીંગ કરતા હતા, તેના છૂટાછેડા થયા બાદ પૂર્વ પત્‍નિ અને પુત્ર સાથે રહેતા હોઇ, બંને વચ્‍ચે થતા ઝઘડાથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યુ છે.

(3:26 pm IST)