Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રીઢા ગુનેગારોને ૩ ચોરાઉ બાઇક સાથે ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

ગોરધન દેવીપુજક, અશોક દેવીપુજક અને નવઘણ દેવીપુજકે છેલ્લા ૮ દિવસમાં જનકલ્યાણ સોસાયટી, કૈલાસનગર અને શાપરથી બાઇક ચોર્યા'તા

રાજકોટ, તા., ૧૨: ચોરીના બનાવો અટકાવવા અને ઉકેલવા મેદાને પડેલી ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ છેલ્લા ૮ દિવસ દરમિયાન શહેરના બે સ્થળો અને શાપર-વેરાવળમાંથી  ચોરાયેેલા ૩ મોટર સાયકલોનો ભેદ ઉકેલી ૩ રીઢા ગુન્હેગારોને ઝડપી લીધા હતા.

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ હુણ, એએસઆઇ મેણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અમીત અગ્રાવત, કિરતસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, સંજય રૃપાપરા અને પ્રદીપસિંહ જાડેજા સહીતની ટુકડી પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીના આધારે  ગોરધન રામજીભાઇ સાડમીયા જાતે દેવીપુજક (ઉ.વ.૩પ) (રહે. હાલ સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ) અશોક રામજી સાડમીયા જાતે દેવીપુજક, (ઉ.વ.ર૦) (રહે. સ્વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ) અને નવઘણ રામજી સાડમીયા જાતે દેવીપુજક (ઉ.વ.રર)  (રહે. સ્વામીનારાયણ મંદિર સામે, જલારામ  પેટોલ પંપ પાસે)નેે ઉઠાવી લઇ વિશિષ્ટ ઢબે પુછપરછ હાથ ધરતા છેલ્લા ૮ દિવસ દરમિયાન કૈલાસનગર, ખોડીયાર મંદિરની બાજુમાં, કાલાવડ રોડ પાસેથી ૧ બાઇક ચોર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત એસ્ટ્રોન ચોક નજીક આવેલા રેલ્વેના નાલા પાસેથી અને શાપરની શિવાલય હોસ્પીટલ પાછળથી વધુ બે બાઇક પણ ચોર્યાની કબુલાત આપી હતી. ચોરાયેલા ત્રણેય બાઇક કબ્જે કરી ત્રણેયે રીઢા ગુન્હેગારોની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છ. ગોરધન દેવીપુજક સામેે રાજકોટ, કાલવાડ અને ગોંડલમાં અગાઉ ચોરી-પ્રોહીબીશન ભંગ,  સહિતના ગુન્હાઓ નોંધાયા હતા. જયારે અશોક દેવીપુજક સામે ગોંડલ અને રાજકોટમાં ૭ ગુન્હા અગાઉ નોંધાયા છે. નવઘણ દેવીપુજક સામે પણ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હાઓ અગાઉ નોંધાઇ ચુકયા છે.

આ તમામને હદપાર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:40 pm IST)