Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોરબી રોડ ઉપર હડપ કરેલી જમીન ઉપર બાંધકામની મંજુરી સ્થગીત કરવા મ્યુ. કોર્પોરેશનનો હુકમ

મૃત વ્યકિતને હયાત દર્શાવી સર્વે નં. ૫૩/૨ પૈકી ૧/ પૈકી ૨ ની જમીનમાં કૌભાંડ કરનાર સામે ગુન્હો નોંધાયા પછી કૌભાંડકારોને મનપાની વધુ એક લપડાક : ફરીયાદીએ પુરાવા સાથે કરેલી અરજી બાદ લીગલ એડવાઇઝરના અભિપ્રાય સંદર્ભે મ્યુ. કોર્પો.નો ઐતિહાસિક નિર્ણય

રાજકોટ તા. ૧૨ : શહેરના મોરબી રોડ પર સર્વે નંબર ૫૩/૨ પૈકી ૧ / પૈકી ૨ની વિજયભાઇ મનસુખભાઇ ગજેરાની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરીને બીનખેતી, બાંધકામના હુકમ મેળવી  ગગનચૂંબી બાંધકામ શરૃ કરી દેવાયા છે. પરંતુ ફરિયાદીએ પૂરાવા સાથે કરેલી અરજી સંદર્ભે મ્યુનિશીપલ કમિશનરે લીગલ એડવાઇઝરના અભિપ્રાય પછી બાંધકામની પરવાનગી સ્થગીત કરવાના ઐતિહાસિક હુકમ કર્યો છે.ઙ્ગ

જમીન કૌભાંડ અંગે રણછોડનગર-૭ માં રહેતાં ખેડૂત વિજયભાઇ મનસુખભાઇ ગજેરાએ પેડક રોડ પર ગાંધીસ્મૃતિ સોસાયટી-૪ માં રહેતાં તળશી પરષોત્ત્।મભાઇ બાસીડા, તુલસીભાઇ પાંચાભાઇ સાંગાણી અને અંગુઠાનું નિશાન આપનાર વ્યકિત તથા તપાસમાં ખુલે તેની સામે પૂર્વ યોજીત કાવતરું રચી,બોગસ દસ્તાવેજો ઉભા કરીને વિશ્વાસઘાત, છેતરપીંડી આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આરોપ મૂકાયો છે કે, ફરિયાદી વિજયભાઇના પિતા મનસુખભાઇ તુલસીભાઇ ગજેરાએ રાજકોટ તાલુકાના રેવન્યુ સર્વે નં. ૩/૨ની ખેડવાણ જમીન હેકટર ૦-૩૯ તથા રેવન્યુ સર્વે નં. ૩/૫ની ખેડવાણ જમીન હેકટર ૦-૦૯ તથા રાજકોટ રેવન્યુ સર્વે નં. ૫૩/૨ની ખેડવાણ જમીન હેકટર ૨-૧૦ની કુલ જમીન એકર ૩-૧૮ ગુંઠા જમીન મૂળ માલિકના સીધા વારસદાર પાનીબેન પટેલ પાસેથી ખરીદ કરીને વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો. એ દસ્તાવેજ કલેકટર કચેરીમાં ૩૨ (ક) વિભાગમાં જમા હતો. જમીન વેંચનાર પાનીબેનનું તા. ૧૦/૧૨/૯૫ના રોજ અવસાન થતાં ખરીદનાર મનસુખભાઇના નામે રેવન્યુ રેકર્ડમાં નોંધ થઇ શકી ન હતી. જેથી ૨૨/૧૦/૨૦ના રોજ સ્ટેપ્મ ડયુટીની રકમ રૃા. ૫,૬૬,૬૨૮ની ચલણથી ભરીને ૨૨/૧૧/૧૮થી નોંધણી કરાવી અસલ દસ્તાવેજ છોડાવયો હતો જે દસ્તાવેજ ફરિયાદી પાસે જ છે.

જમીન વેચનાર પાનીબેનનું અવસાન થયા બાદઙ્ગ મેપાભાઇની ઉપરોકત તમામ જમીન રેવન્યુ રેકર્ડમાં તેના પૌત્ર તળસી પરષોત્ત્।મભાઇ પટેલે ઉપરોકત જમીનનો દસ્તાવેજ મનસુખભાઇના નામે હોવા છતાં એ જમીન રેવન્યુ રેકર્ડમાં ખોટી રીતે પોતાના નામે નોંધાવી દીધી હતી. જેમાં વારસદાર તરીકે મણીબેન મેપાભાઇ પટેલ, શાંતાબેન મેપાભાઇ પટેલ, દુધીબેન પરષોત્ત્।મભાઇ પટેલ, સવિતાબેન પરષોત્ત્।મભાઇ પટેલ, તળસીભાઇ પરષોત્ત્।મભાઇ પટેલ, મંજુલાબેનઙ્ગ પરષોત્ત્।મભાઇ, ભાનુબેન પરષોત્ત્।મભાઇ, શારદાબેન પરષોત્ત્।મભાઇ, વજીબેન પરષોત્ત્।મભાઇ (રહે. રણછોડનગર)ના નામે બોગસ કુલમુખત્યારનામા આપીને મનસુખભાઇની માલિકીની ઉપરોકત જમીન લક્ષમણ જીવરાજભાઇ તળાવીયા (રહે. વાજડીગઢ)ને તા. ૯/૯/૦૫ના રોજ વેંચી નાંખી હતી. એ પછી રજીસ્ટર દસ્તાવેજ કરવામાં તળસી બાસીડાએ ૨૬/૪/૨૦૦૨ના રોજ નોટરી સમક્ષ બોગસ કુલમુખત્યારનામુ ઉભું કર્યું હતું શાંતાબેન બાસીડાનું અંગુઠાનુ નિશાન હતું. મણીબેન ડો/ઓ મેપાભાઇ બાસીડા વાઇફ ઓફ પાંચાભાઇ સાંગાણીનું તા. ૧૪/૧/૯૮ના રોજ અવસાન થઇ ગયું હતુ઼. આમ છતાં તળસી બાસીડાએ તેમના નામનો અંગુઠો અન્ય કોઇ પાસે કરાવી બોગસ કુલમુખત્યાનામુ ઉભુ કરાવ્યું તેમજ અંગુઠાનું નિશાન તુલસી પાંચાભાઇ સાંગાણીએ ઓળખાવ્યું હતું. આ મામલે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને પોલીસને અરજી કરી હતી. ફરિયાદી વિજયભાઇ અને તેના ભાઇ રાજેશભાઇ ઉપરોકત જમીનના કાયદેસરના વારસદાર હોવા છતાં મૃત વ્યકિતને હયાત દર્શાવીને જમીન પચાવી પાડી કૌભાંડ આચર્યું હતું.ઙ્ગઙ્ગ

વિજયભાઇ ગજેરાએ લેખિત ફરિયાદમાં સૂત્રધાર તરીકે લક્ષ્મણ તળાવીયા અને તેની સાથે જીજ્ઞેશ નટવરલાલ રાયઠ્ઠા, જયેશ ભીમશીભાઇ કાંબલીયા, વિઠ્ઠલ દુદાભા સગપરીયા, રામ વિક્રમભાઇ કાંબરીયા, વિશાલ શીવાભાઇ અકબરી, મહેશ જેરામભાઇ લીંબાસીયા, પ્રવિણ લાલજીભાઇ ગઢીયા, નટવરલાલ હરીલાલ રાયઠ્ઠા નરેન્દ્ર હરીલાલ રાયઠ્ઠા, રામ ઘુઘાઘાઇ રગીયા, ભીમશી કાંબલીયા સહિત કુલ ૨૦ શખસના નામ લખાવ્યા હતા.

બોગસ દસ્તાવેજના આધારે હડપ કરેલ જમીનમાં કૌભાંડીયાઓએ મહાનગર પાલિકાને અંધારામાં રાખીને બાંધકામ પરમીશન મેળવીને રાત-દિવસ બાંધકામ ચાલુ રાખ્યા હતા. જમીન માલિકે પૂરાવા સાથે આપેલી અરજી પછી મહાનગર પાલિકાએ કૌભાંડીયાઓને બાંધકામની અપાયેલી મંજૂરી સ્થગીત કરવાનો હુકમ કરીઙ્ગ રોક લગાવી દીધો છે. હવે એ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે ફરિયાદી દ્વારા કાનૂની તજજ્ઞોની સલાહ મુજબ કાર્યવાહી શરૃ કરાનાર છે.

(3:45 pm IST)