Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રવિવારે વિનામૂલ્‍યે નેત્રમણી આરોપણ કેમ્‍પ

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આયોજનઃ ડો.અનિમેષ ધ્રુવ સેવા આપશેઃ જરૂરીયાતમંદોને લાભ લેવા અપીલ

રાજકોટઃ ડો.રજનીભાઈ મહેતા (અમેરીકા)ના સહયોગથી રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ફ્રી નેત્રમણી આરોપણ કેમ્‍પનું આયોજન કરેલ છે. અદ્યતન પધ્‍ધતીથી (ફેકોઈમલ્‍સન) મોતીયાના ઓપરેશન અને નેત્રમણી આરોપણ માટે પ્રાથમીક તપાસ કેમ્‍પ તા.૧૫ના રવિવારે યોજાયેલ છે. જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ કેમ્‍પમાં ડો.અનીમેષભાઈ ધ્રુવ તેમની માનદ સેવા આપશે. કેમ્‍પનો સમય સવારે ૯ થી ૧૧નો રહેશે.

રોટરી કલબની આ હોસ્‍પિટલ જયારથી બનેલ છે, ત્‍યારથી ત્‍યાં મેડિકલ એકટીવીટીઝ યોજાતી જ રહે છે. હોલબોડી ચેકઅપ ખૂબ જ નજીવાદરે ચાલે છે. અદ્યતન સાધનોથી સજજ ડાયબીટીઝનું આ સેન્‍ટર (હોસ્‍પિટલ) ગુજરાતમાં પ્રથમ સ્‍થાન ધરાવે છે. તેમ સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ.

નેત્રમણી આરોપણ કેમ્‍પનું સ્‍થળ- રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન સેન્‍ટર ‘‘લલીતાલય'', ૬-ગીત ગુર્જરી સોસાયટી, પેટ્રીયા હોટલની સામેની ગલી, એરપોર્ટ રોડ- રાજકોટ.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રોટરી કલબ રાજકોટના પ્રમુખ સંદીપભાઈ બાવીશી, સેક્રેટરી સંજયભાઈ મણિયાર, પ્રોજેકટ ચેર ડો.બાનુબેન ધકાણ તથા ચૈતાલીબેન બાવીશી નજરે પડે છે.(

(3:51 pm IST)