Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા અભિવાદન સમારોહ

રાજકોટ,તા. ૧૨: ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા અનુસુચિત જાતિ માટે કલ્યાણકારી એવા ઐતિહાસીક ૩૦૦ થી વધારે યોજના માટેના નિર્ણય લેવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદીપભાઇ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી મનિષાબેન વકીલનું ભવ્ય અભિવાદન અને સન્માનનો કાર્યક્રમ રાખેલ છે.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતીમો મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને સંસદ સભ્ય ભોલાસિંહજી મંત્રી અને અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશના પ્રભારી ઝવેરભાઇ ઠકરાર, પ્રદેશ પ્રમુખ ડોકટર પ્રદ્યુમનભાઇ વાજા, મહામંત્રી વિક્રમભાઇ ચૌહાણ, ગૌતમભાઇ ગેડિયા, સૌરાષ્ટ્રમાંથી મુખ્યમંત્રીશ્રીના સન્માનમાં કરવા માટે પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, જીતુભાઇ મણવર, મનોજ રાઠોડ, પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ અજા મોરચો, મહામંત્રી લાલજીભા આઠું, મહેશભાઇ વાણીયા, સહિતના લોકો જોડાશે. ગ્રાઉન્ડ ફલોર, નર્મદા સ્વર્ણિમ સંકુલ -૧, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે બપોરે ૧૨ વાગ્યે કરાશે.

 

(3:57 pm IST)