Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

કુવાડવાના ખોરાણા ગામમાં ખુંટીયાએ ઢીંક મારતા ભરત સોલંકીને ઇજા

રાજકોટ, તા., ૧રઃ કુવાડવાના ખોરાણા ગામમાં ખુંટીયાએ ઢીંક મારતા યુવાનને સારવાર હેઠળ સીવીલ હોસ્‍પીટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ખોરાણા ગામમાં રહેતા ભરતભાઇ મંગાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) બપોરે ગામમાં આવેલી આંગણવાડી પાસે હતા ત્‍યારે ખુંટીયાએ ઢીંક મારતા બેભાન થઇ જતા તેને ૧૦૮ મારફતે સારવાર હેઠળ  સિવીલ હોસ્‍પીટલમાં ખસેડાયા છે. આ અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(4:10 pm IST)