Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

દોઢસો ફુટ રોડ હરીસિધ્‍ધી સોસાયટીમાં દીપાલી પરમારનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા., ૧૨: દોઢસો ફુટ રીંગ રોડ પર સ્‍ટરલીંગ હોસ્‍પીટલની પાછળ આવેલી હરીસિધ્‍ધી સોસાયટીમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ હરીસિધ્‍ધી સોસાયટીમાં રહેતી દીપાલી રાજુભાઇ પરમાર (ઉ.વ.રપ) એ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.  પરિવારજનોએ યુવતીને લટકતી જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ઇકબાલભાઇ સહીતના સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)