Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ત્રિવેદી પરિવારનું ગૌરવ

માસ્ટર ઓફ સાયન્સ ઈન માઈક્રોલોજીમાં પૂજાને ફર્સ્ટ કલાસ ડીસ્ટીંકશન

રાજકોટઃ તાજેતરમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામોમાં માસ્ટર ઓફ સાયન્સ ઈન માઈક્રોલોજીમાં  ત્રિવેદી પૂજા મિતેશભાઈ દ્વારા CGPA ૮.૧૮ સાથે એ પ્લસ ગ્રેડ મેળવી ફર્સ્ટ કલાસ ડિસ્ટિંકશન સાથે યુનિવર્સિટી ટોપ ટેનમા સાતમું સ્થાન -ાપ્ત કરી સમગ્ર ત્રિવેદી પરિવાર તેમજ આત્મીય યુનિવર્સિટીનું ગૌરવ વધારેલ છે.  અત્રે ઉલ્લેખનિય છે કે પૂજાબેન ત્રિવેદીના પિતાશ્રી મિતેશભાઇ તથા મોટા પપ્પા શ્રી પરેશભાઈ  શ્રી તુલજા ચેઈન વાળા  ખૂબ જ મહેનત કરીને સંતાનોના શૈક્ષણિક વિકાસ માટે તેમજ સંતાનોને શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે આગળ વધારવા અને સમાજનું ઋણ અદા કરવામાં અગ્રેસર રહેવા કટિબદ્ધ છે. પૂજાબેન ત્રિવેદીને તેમના મો. ૯૪૨૬૫૬૫૯૧૬ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:42 am IST)