Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રાજકોટ ડિવિઝનની ૩ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

રાજકોટ, તા., ૧૩: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેૅં.

૧. ટ્રેન નંબર ૨૨૯૪૬/૨૨૯૪૫ ઓખા - મુંબઈ સેન્ટ્રલ - ઓખા સૌરાષ્ટ્ર મેલ માં ઓખા થી ૧૮.૦૧.૨૦૨૨ થી ૧૭.૦૨.૨૦૨૨ સુધી અને મુંબઈ સેન્ટ્રલ થી ૧૫.૦૧.૨૦૨૨ થી ૧૪.૦૨.૨૦૨૨ સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

૨. ટ્રેન નંબર ૧૯૨૫૧/૧૯૨૫૨ સોમનાથ-ઓખા-સોમનાથ એકસપ્રેસને માં સોમનાથથી ૧૭.૦૧.૨૦૨૨ થી ૧૬.૦૨.૨૦૨૨ સુધી અને ઓખાથી ૧૬.૦૧.૨૦૨૨ થી ૧૫.૦૨.૨૦૨૨ સુધી એક વધારાનો સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે.

૩. ટ્રેન નંબર ૧૯૨૧૮/૧૯૨૧૭ વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં વેરાવળથી ૧૯.૦૧.૨૦૨૨ થી ૦૨.૦૨.૨૦૨૨ સુધી (૨૨.૦૧.૨૦૨૨, ૨૩.૦૧.૨૦૨૨, ૨૭.૦૧.૨૦૨૨ અને ૦૧.૦૨.૨૦૨૨ સિવાય) અને બાંદ્રા થી ૧૮.૦૧.૨૦૨૨ થી ૦૧.૦૨.૨૦૨૨ સુધી (૨૧.૦૧.૨૦૨૨, ૨૨.૦૧.૨૦૨૨, ૨૬.૦૧.૨૦૨૨ અને ૩૧.૦૧.૨૦૨૨ સિવાય) એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે તેમ અભિનવ જૈફની યાદીમાં જણાવાયું છે.

(1:08 pm IST)