Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

જીંજરાના ઢગલા અને શેરડીના ભારાથી રાજકોટના માર્ગો ઢંકાયા : હોંશે હોંશે ખરીદી

 

રાજકોટ : શિયાળાની ઋતુનો પોષ્ટીક ખોરાક એટલ જીંજરા, શેરડી અને બોર. ખાસ કરીને મકર સંક્રાંતિ આવે એટલે બધી વસ્તુઓનું વેંચાણ અનેકગણુ વધી જાય છે. લોકો હોંશે હોંશે ખરીદી કરે છેસંક્રાંતિના દિવસે અગાસી પર પતંગ ચગાવી અને સાથે તલ મમરાના લાડુ, જીંજરા, બોર, શેરડી આરોગવા જાણે પરંપરા બની ગઇ છે. સંક્રાંતિના પૂર્વ દિવસથી રાજકોટના માર્ગો પર જીંજરા, શેરડી બોર ઢગલા મોઢે ગોઠવાય જાય છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૬.)

(3:34 pm IST)