Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સદર બજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો રાજ પકડાયો

પ્રનગર પોલીસે ૧૫ ફીરકી કબ્જે કરી

 

રાજકોટ,તા. ૧૩ : મકરસંક્રાંતિ પૂર્વે સદરબજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સને પ્રનગર પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ મકરસંક્રાંતિ પર્વ નિમિતે ચાઇનીઝ દોરીનાં વેચાણ પર પ્રતિબંધ હોય, અનુસંધાને ગઇ કાલે પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.સી.રાણા તથા .એસ.આઇ સી.જે.ઝાલા અને કોન્સ. રાજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે સદરબજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર રાજ સુરેશભાઇ કારીયા (ઉવ. ૨૮) (રહે. કાલાવડ રોડ તુલશી કોમ્પલેક્ષ બ્લોક નં. /) ને રૂા. ૧૨૦૦ની કિંમતની ૧૫ ફીરકી સાથે પકડી લીધો હતો. (૨૨.૩૯)

(5:33 pm IST)