Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પુજારા પ્‍લોટમાં એકસપાયરી ઠંડા પીણાનો ૮ લીટર જથ્‍થાનો નાશઃ માહિ દૂધના નમૂના લેવાયા

સુપર શ્‍યામ ડિલકસમાંથી એકસપાયરી થયેલ ઠંડા પીણાની બોટલનો જથ્‍થો ઝડપાયોઃ એ-ટુ-ઝેડ ડ્રાય ફ્રુટમાં સેમ્‍પલીંગઃ ઢેબર રોડ, ગાયત્રીનગર, અટિકા ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારના ખાણી પીણીના ૩૦ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : મનપાની ફુડ શાખાના દરોડા

રાજકોટ તા. ૧૧ :.. મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા લક્ષ્મીવાડી, ગાયત્રીનગર મેઇન રોડ, અટિકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, ઢેબર રોડ વિસ્‍તારમાં કુલ ૩૦ ખાણી પીણીના વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ.
ચકાસણી દરમિયાન ૧૩ વેપારીને લાયસન્‍સ તથા યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ. તેમજ એકસપાયરી ઠંડા પીણાનો કુલ ૮ લીટર જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. સાથો સાથ સત્‍ય સાંઇ હોસ્‍પિટલ રોડ પર એ-ટુ-ઝેડ ડ્રાય ફ્રુટમાંથી માહિ દૂધના નમૂના લેવામાં આવ્‍યા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફ્રુડ શાખા ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરતા સુપર ડીલકસ, (પુજારા પ્‍લોટ, લક્ષ્મીવાડી કવાર્ટર સામે), ૮ લીટર એકસપાયરી ઠંડા પીણા જથ્‍થાનો નાશ કરાયો તેમજ લાયસન્‍સ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.
ર દૂધના નમૂના લેવાયા
મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ મુજબ માહિ સુપર ગોલ્‍ડ પાヘરાઇજડ ફુલ ક્રિમ મિલ્‍ક (પ૦૦ મી.લી. પેક) તથા માહિ તાજના પાヘુરાઇઝડ ટોન્‍ડ મિલ્‍કના નમૂના થતા એ ટુ-ઝેડ ડ્રાય ફ્રુટ - ઇન્‍દ્રલોક રેસીડેન્‍સી શોપ નં. ર, આલાપ હેરીટેજ સામે, સત્‍ય સાંઇ હોસ્‍પિટલ રોડ ખાતેથી લેવામાં આવ્‍યા છે

 

(3:28 pm IST)