Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

છેલ્લા ૧ મહિનામાં ધીમા ફોર્સ-દુષિત પાણી- પાઇપ લાઇન લીકેજની ૩ હજાર ફરિયાદ

મનપાના કોલ સેન્‍ટરમાં સૌથી વધુ પાણી વિતરણ નહિ થવાની ૮૩૦ ધીમા ફોર્સથી વિતરણની ૬૬૦ ફરીયાદ નોંધાઇ : શહેરમાં પાણીની ફરિયાદોનો ધોધ

રાજકોટ તા. ૧૧ : શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં દુષિત પાણી, ધીમા ફોર્સની વિતરણની પાણી નહિ મળવાની, પાઇપ લાઇન લીકેજની ફરીયાદો ઉનાળામાં વધી ગઇ છે કેમ કે મનપાના કોલ સેન્‍ટરના છેલ્લા એક મહિનામાં વિવિધ પાણીને લગત ર૯૧ર ફરીયાદો નોંધાઇ છે. મનપાના કોલ સેન્‍ટરમાં તા. ૧૦ મે થી તા. ૯ જૂન સુધી પાણી વિવિધ અંદાજીત ૩ હજાર ફરીયાદો નોંધાઇ છે. જેમાં ડાયરેકટ પમ્‍પીંગની ૮૦, ધીમા ફોર્સની ૬૬૦, પાણી વિતરણ નહિ થયાની ૮૩૦, પાઇપ લાઇન લીંકેજની પ૯૪, તથા દુષિત પાણીની પ૦૮ ફરીયાદનો સમાવેશ થાય છે. શહેરમાં વિવિધ વિસ્‍તારમાં દુષિત પાણી, ધીમાફોર્સથી વિતરણ સહિતની ફરીયાદો ઉઠવા પામી છે. અનેક લતાવાસીઓ દ્વારા તંત્ર વાહકોને આ સમસ્‍યા ઉકેલવા માંગ પણ કરવામાં આવી રહી છે.

 

(3:29 pm IST)