Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દારૂના ગુનામાં સંડોવાયેલા ધવલ ઉર્ફ શિવ અને અફઝલ ઉર્ફ બાપુને પાસામાં ધકેલાયા

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગર પોલીસ અને પીસીબીની ટીમે બજવણી કરીઃ અમદાવાદ અને વડોદરા જેલહવાલે થયા

રાજકોટ તા. ૧૩: જંગલેશ્વર અને કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતાં અને દારૂના ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા બે શખ્સોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલી લેવામાં આવ્યો છે.

જંગલેશ્વર ભવાની ચોક નજીક કિર્તીધામ સોસાયટી-૧માં રહેતાં ધવલ ઉર્ફ શીવ બકુલભાઇ વડનગરા (ઉ.૨૯) અને કોઠારીયા રોડ સુતા હનુમાન મંદિર સામે આમદશાપીરની દરગાહમાં રહેતાં અફઝલ ઉર્ફ બાપુ યાસીનભાઇ કાદરી (ઉ.૨૩)ને  તે અગાઉ દારૂની ગેરપ્રવૃતિમાં પોલીસ ચોપડે ચડ્યા હોઇ ઇ-ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી પાસા તળે જેલમાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવતાં મંજુર થતાં ધવલને અમદાવાદ અને અફઝલને વડોદરા જેલમાં ધકેલાયા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ આ વોરન્ટ ઇશ્યુ કરતાં સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીસીબી ઇન્ચાર્જ પીઆઇ જે. ડી. ઝાલા, ભકિતનગર પીએઅસાઇ એચ. એન. રાયજાદા, એએઅસાઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હિરેનભાઇ પરમાર, દિલીપભાઇ, સંજયભાઇ, કલ્પેશભાઇ, વાલજીભાઇ, પુષ્પરાજસિંહ, મનિષભાઇ, અરવિંદભાઇ, હોમર્ગા હાર્દિક પીપળીયા, દિપ ટાંક, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ અને રાહુલગીરીએ કામગીરી કરી હતી.

(1:26 pm IST)