Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બાઇક ચોરીને પાર્ટસ વેંચે એ પહેલા વિપુલ ઝાલા ઝડપાયોઃ શંકાસ્પદ રિક્ષા પણ કબ્જે

એલસીબી ઝોન-૧ના વી. કે. ઝાલા અને ટીમે દબોચ્યોઃ અગાઉ દારૂના ત્રણ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૧૩: નવા થોરાળામાં બાવાજીના સ્મશાન પાસે રહેતાં વિપુલ મણીલાલ ઝાલા (દેવીપૂજક) (ઉ.વ.૩૫)ને ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે ચોરાઉ બાઇકના પાર્ટસ સાથે પકડી લીધો છે. આ શખ્સે પાસેથી શંકાસ્પદ રિક્ષા પણ કબ્જે કરવામાં આવી છે.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે વિપુલ નામનો શખ્સ બાઇકના પાર્ટસ લઇને બેઠો છે. ત્યાં જઇ તપાસ કરતાં અને બાઇકના પાર્ટસ વિશે પુછતાં ગોળ ગોળ વાતો કરી હતી. ચેસી એન્જીન નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતં તેના માલિક અન્ય હોવાનું ખુલતાં વિપુલની આકરી પુછતાછ થતાં તેણે બાઇક ચોરાઉ હોવાનું કબુલ્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી એક શંકાસ્પદ રિક્ષા પણ કબ્જે કરવામાં આવી છે. આ શખ્સ અગાઉ દારૂના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, જીતુભા ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

(5:11 pm IST)