Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આંબેડકરનગરમાં જૂગાર રમતાં સાત શખ્સોને માલવીયાનગર પોલીસે પકડ્યા

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ એસટી વર્કશો પાછળ આંબેડકરનગર-૧ પાસે જાહેરમાં જૂગાર રમતાં ૭ શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી લીધા હતાં.

પોલીસે આંબેડકરનગરમાં જ રહેતાં રાજેશ ચનાભાઇ પરમાર, હરિ પમાભાઇ પરમાર, જેરામ દેવશીભાઇ ચોરાડા, જગદીશ તુલસીભાઇ ચાવડા, રવજી માયાભાઇ પરમાર, રસિક માવજીભાઇ દવેરા અને નરસી બધાભાઇ બાબરીયાને પકડી લઇ ગંજીપાના તથા રોકડા રૂા. ૧૦૨૮૦ કબ્જે લીધા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ, હિરેનભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ સહિતે કામગીરી કરી હતી.

(5:13 pm IST)