Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાયબર માફીયાઓ કેવી રીતે લોકોને જાળમાં ફસાવે છે? ટોચના અધિકારીઓ દ્વારા પર્દાફાશ

સુભાષ ત્રિવેદી, સૌરભ તોલંબિયા, નીરજ બળગુજર જેવા લોકપ્રિય આઈપીએસ સાથે એફએસએલ વડા તજજ્ઞ એચ.પી.સંઘવી દ્વારા તલસ્પર્શી વિગતો દ્વારા સાવચેતીના સુરો રેલાયા

રાજકોટ, તા.૧૩:  સાયબર માફીયાઓ સામે લોકોમાં જાગૃતિ લાવી આવા સમાજ વિરોધી લોકો સામાન્ય લોકો સાથે કેવી કેવી રીતે છેતરપીંડી કરે છે તે માટે ગુજરાતના લોકોમાં જાગૃતિ લાવવા લોકોને સાથે જોડી ચલાવતા અભિયાન અંતર્ગત સીઆઈડી ક્રાઈમ ટીમ દ્વારા ખરા અર્થમાં જાગૃતિ લાવતા કાર્યક્રમનું આયોજન કરી વિવિધ અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ કાયદાકિય જ્ઞાન સાથે આ વિષયક સ્પર્ધાના વિજેતાઓને બિરદાવવામાં આવેલ.                         

આઝાદી અમૃત મોહત્સવ થીમ અંતર્ગત સાયબર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા અભિયાન એડી.ચીફ સેક્રેટરી હોમ રાજ કુમાર, મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને સીઆઈડી વડા તેજપાલસિંહ બિસ્તના વડપણ હેઠળ આ કાર્યક્રમ યોજાયેલ.         

આવા મહત્વના લોક ઉપયોગી કાર્ય માટે જાગૃતિ અભિયાનમાં એફએસએલ વડા એચ. પી .સંઘવી, સીઆઈડી આઇજી સુભાષ ત્રિવેદી, ડીઆઈજી સૌરભ તોલમ્બિયા, આઇપીએસ નીરજ બડગુજર જેવા તજજ્ઞો દ્વારા તલસ્પર્શી માહિતી આપી લોકોને જાગૃત કરવા સરાહનીય પ્રયાસ થયેલ.

(3:44 pm IST)