Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટમાં સિલાઇ મશીનો, સ્‍ટેન્‍ડ,પાટિયા, ગીયર અને હુકસેટનું ઉત્‍પાદન કરતા એકમો

૧૩ જુન વિશ્વ સિલાઇ મશીન દિન

ઓછી જગ્‍યા રોકે તેવા પ્‍લાસ્‍ટીક બોડીના હળવા, મશીન વિદેશથી આયાત થાય છેઃસિલાઇ મશીનનું ઉત્‍પાદન કે એસેમ્‍બલીંગનું શિક્ષણ આપતી એક પણ સંસ્‍થા ભારતમાં નથી, આપણા કારીગરો પોતાની કોઠાસૂઝથી કામગીરી કરે છે

 સમગ્ર દુનિયામાં ૧૩ જુને સિલાઇ મશીન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

હાથથી ટાંકા લેતા ત્‍યારબાદ મશીનથી સિલાઇ કરવાની શરૂઆત કરી અને ૧૮૪૬માં તેની પેટન્‍ટ કરાવનાર ઇલ્‍યાસ હોવેનો જન્‍મ ૧૩ જુન ૧૮૧૯ના રોજ થયેલ તેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અગાઉ ભારતમાં માત્ર વિદેશથી જ સિલાઇ મશીન આયાત થતા હતા પરંતુ આઝાદી બાદ દેશમાં મોટા પ્રમાણમાં મશીન બનવાની શરૂઆત થયેલ અને સતત વધારો થતો જાય છે.

અગાઉ એક દોરીથી ચાલતા વીલર મશીન આવતા ત્‍યારબાદ અર્ધા આટા, આખાં આટા, ઓટો ઓઇલ લોક સ્‍ટીક, ફોલ છેડા, ઓવરલોક અને બેગ ક્‍લોઝર મશીન પણ ગ્રાહકની જરૂરત મુજબ દેશમાં બને છે.

અત્‍યારે ઓછી જગ્‍યા રોકે તેવા પ્‍લાસ્‍ટિક બોડીના હળવા મલ્‍ટી પરપઝ મશીન પણ વિદેશથી આયાત થાય છે. સિલાઇ મશીનનું ઉત્‍પાદન કે એસેમ્‍બલીંગનું શિક્ષણ આપતી કે રીસર્ય કરતી એક પણ સંસ્‍થા ભારતમાં નથી. આપણા કારીગરો પોતાની કોઠાસૂઝથી કામગીરી કરે છે.

અત્‍યારે જે મશીનો અને પાર્ટસ આપણા દેશમાં બનતા હોવા છતા વિદેશથી આયાત થાય છે તેના ઉપર સરકાર પ્રતિબંધ મુકે અથવા એન્‍ટી ડમ્‍પીંગ ડયુટી નાખે અને જુના મશીનો જે વિદેશથી આયાત થાય છે તેના ઉપર પ્રતિબંધ મુકે તો સરકારને વિદેશી હુંડીયામણનો બચાવ થશે અને સ્‍વદેશી ઉદ્યોગને જે હરીફાઇનો સામનો કરવો પડે છે તેમા ખુબ જ રાહત થશે.

આલેખન

શ્રી મહેશભાઇ કોટક

પ્રેસીડેન્‍ટ,રાજકોટ સોઇંગ મશીન ડીલર્સ એસોસિએશન ચેરમેન,  અપના બઝાર,રાજકોટ. મો.૯૮૭૯૪૮૦૩૦૦

(4:03 pm IST)