Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના ૭ કેસ

હાલ ૩૨ દર્દી સારવાર હેઠળ : કુલ આંક ૬૩,૭૪૯એ પહોંચ્‍યો : બાળકોનું ઘણુ વેકસીનેશન બાકી : મનપાનો આરોગ્‍ય વિભાગ નવો રાઉન્‍ડ શરૂ કરશે

રાજકોટ,તા.૧૩: સમગ્ર વિશ્વમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉંચકયુ છે ત્‍યારે શહેરમાં દરરોજ ૩થી ૪ની વચ્‍ચે કેસ નોંધાય રહ્યા છે. છેલ્લા બે દિવસમાં એટલે કે શનીવારે ૪, રવિવારે ૩ સહિત કુલ વધુ ૭ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. હાલ ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં શુનય કેસ નોંધાયો છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૪૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩,૨૧૮ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૩૪૦ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૨૯,૮૭૨ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૮ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૧૮ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૪ દર્દીઓ સાજા થયા છે.
બાળકોનું ઘણું  વેકસીનેશન બાકી
શહેરમાં ૧૨ વર્ષથી ઉપરનાં બાળકોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવાની બાકી છે. આ અંગે મનપાના ડે.કમિશ્નર આશીષકુમારે જણાવ્‍યુ હતુ કે, ૧લા રાઉન્‍ડ બાદ બોર્ડ એકઝામ આવી બાદ વેકશન પડી ગયુ હતુ. હવે આજથી સ્‍કુલો ખુલ્લી જતા તુંરતમાં મનપાનાં આરોગ્‍ય વિભાગ દ્વારા વેકસીનેશનનાં ૧ અને ૨ ડોઝ માટે નવા રાઉન્‍ડ શરૂ કરવામાં આવશે

 

(4:22 pm IST)