Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ : એક કલાકમાં 1.70 ઈંચ વરસ્યો

શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા

રાજકોટ: શહેરમાં સાંજે 7વાગ્યે વાતાવરણમાં અચનાક પલટો આવતા ગાજવીજ સાથે એક થી પોણા બે ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે,  ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં સાંજે 7 થી 8 વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં 41 મી.મી તથા સેન્ટ્રલમાં 26 મી.મી અને ઈસ્ટ ઝોનમાં 23 મી.મી વરસાદ નોંધાયો છે

 

(8:48 pm IST)